Abtak Media Google News

હેઠવાસના વિસ્તારને સાવચેત કરાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઇકાલે સૌ પ્રથમ ગઢકી ડેમ ઓવરફલો થયો હતો જે પછી બીજા બે ડેમો સેઢા ભાડથરી તથા સોનમતિ પણ ઓવરફલો થયા હતા.

ભાણવડના જામપર પાસે આવેલ સોનમતિ ડેમ 100 ટકા ભરાઇને છલકાતા હેઠવાસમાં આવતા જામપર, રૂપામોટા, નવાગામ, રાણપરડી, સેવક દેવાળીયા, ભેનકવા ગામોના લોકોને સાવચેત રહેવા તંત્ર એ જણાવ્યું હતું તો ખંભાળીયાના ભાડથર પાસેના સેઢા ભાડથરી ડેમ પણ ઓવરફલો થતા હેઠવાસના ગામો વિ.ને સાવચેત કરાયા છે.

સાની ડેમનું પાણી રોડ પર ફરી વળતા રાવલનો રસ્તો બંધ

કલ્યાણપુરના સાની ડેમ દરવાજા ખુલ્યા હોય પાણીની ઉપરથી સતત  આવક થતા ડેમનું પાણી નીકળતા ગઇકાલે ભારે વરસાદથી પાણી રસ્તા પર આવતા રાવલ અને કલ્યાણપુરનો રસ્તો બંધ થઇ ગયો હતો તો સાની ડેમ પાસે પણ રસ્તો પર પાણી ફરી વળ્યા હતા. જેથી ત્યાં પણ રસ્તો બંધ થઇ ગયો હતો.

વરસાદના સંદર્ભમાં ગુજરાત સરકારે પાલિકાઓને ખાસ ગ્રાંટ ફાળવી

ગુજરાત રાજયમાં વરસાદના સંદર્ભમાં રાજયની ન.પા. ઓને સરકારે 17 કરોડ ઉપરાંતની ગ્રાંટ ફાળવી છે. જેમાં હાલારની તમામ 10 ન.પા. ને પણ ગ્રાંટ ફાળવાઇ છે.દેવભૂમિ જિલ્લાને કુલ પપ લાખ ફાળવાયા છે. જેમાં ઓખાને 1પ લાખ, ખંભાળીયાને 10, દ્વારકાને 10, સલાયા ને 10 તથ ભાણવડ, જામરાવલને પાંચ પાંચ લાખ ફાળવાય છે જયારે જામનગર જીલ્લામાં કાલાવડને 10, ધ્રોલનો 10, જામજોધપુરને 10 તથા સિકકાને 10 લાખ ફાળવાયા છે. હાલારના બન્ને જીલ્લામાં સૌથી મોટી બ વર્ગની પાલિકા એક માત્ર ઓખા છે.આ સ્પેશ્યલ ગ્રાંટ વરસાદના સંઘર્ષમાં પાણી ભરાતા ગંદકીના નિકાલ માટે બ્લીચીંગ પાવડર છાંટવા અને સેનીટેશન માટે સફાઇ કાર્યો માટે ફાળવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.