Abtak Media Google News

જિલ્લા બેંકમાંથી લીધેલી લોનનો હપ્તો ચુકવવા આપેલો ચેક પરત ફર્યો

શહેરના કોઠારીયા રીંગરોડ નજીક રામ પાર્કમાં રહેતા વેપારી બંધુએ દુકાન ખરીદવા માટે લીધેલી લોન નો હપ્તો ચૂકવવા આપેલો ચેક અદાલતમાંથી પરત ફરવાના ગુનાનો કેસ ચાલે જતા અદાલત તે અરવિંદભાઈ લોખીલને એક વર્ષની કેદ અને ચેક ની રકમ મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ઢેબર રોડ નજીક જિલ્લા બેંકમાં સભાસદ દરજ્જે  અરવિંદભાઈ કાનાભાઈ લોખિલ અને દિનેશભાઈ કાનાભાઈ લોખીલે દુકાન ખરીદવા માટે લોન લીધી હતી જે લોન ના હપ્તા ચૂકવવા માટે અરવિંદભાઈ લોખીલે પોતાના એકાઉન્ટમાંથી 1.96.636 નાં ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ પ્રમાણે લોન ધારકને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમની ચુકવણી ન કરતા અદાલતમાં નેગોસીએબલ ફરિયાદ દાખલ કરી હતી જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બેંકના લીગલ એડવાઈઝર એ કરેલી લેખિત મૌખિક દલિત તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ ન્યાયધી છે અરવિંદભાઈ લોખીલને એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબ નું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. બેંક વતી એડવોકેટ તરીકે રમેશભાઇ પટેલ, મુક્તાબેન પટેલ, કેવિન ભંડેરી, એલ બી સાવલિયા અને હર્ષાબેન ભંડેરી રોકાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.