Abtak Media Google News

સામાન્ય શરદી-ઉધરસના 307, તાવના 74 અને ઝાડા-ઉલ્ટીના 87 કેસ

શહેરમાં છેલ્લા 12 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વાદળર્છાંયા વાતાવરણના કારણે રોગચાળાએ ફરી માથુ ઉચક્યું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ડેન્ગ્યૂ અને મેલેરિયાએ પણ દેખા દેતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દરમિયાન મચ્છરોની ઉત્પતિ સબબ 443 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે મેલેરિયાનો એક અને ડેન્ગ્યૂનો કેસ નોંધાયો છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 307 કેસ, સામાન્ય તાવના 74 કેસ, ઝાડા-ઉલ્ટીના 87 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે મેલેરિયાના 10 કેસ અને ડેન્ગ્યૂના 19 કેસ નોંધાયા છે. સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી રિતસર ઉભરાઇ રહ્યા છે. રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય શાખા દ્વારા 19,595 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 654 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. અલગ-અલગ 366 જગ્યાએ મચ્છરોની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન રહેણાંક વિસ્તારમાં મચ્છરોના ઉત્પતિ મળી આવતા 443 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.