Abtak Media Google News

લોકોને સિટીઝન ફર્સ્ટ એપ ડાઉન લોડ કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અપીલ

ડિઝીટલ યુગમાં પોલીસ પણ આધૂનિક બની છે. આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોના વાહન અને મોબાઇલ ચોરીના બનાવની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા ન જવુ પડે તે માટે સિટીઝન ફર્સ્ટ એપ લોંચ કરવામાં આવી હોવાની પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આપવામાં આવી હતી. સિટીઝન ફર્સ્ટ એપ્લીકેશનનો વધુને વધુ પ્રચાર થાય અને લોકો તેનો વધુ ઉપયોગ કરી શકે તેમજ જાગૃતિ માટે 20 જેટલા સ્થળે હોર્ડિગ્સ મુકવામાં આવશે તેમજ ઘરે ઘરે પેમ્લેટનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વાહન ચોરી, લેપટોપ ચોરી અને મોબાઇલ ચોરીની પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતી ન હોવાની ઉઠેલી ફરિયાદનો નિકાલ કરવા માટે ખાસ પ્રકાસની માહિતી સાથેની એપ્લીકેશન લોંચ કરવામાં આવી છે જેના કારણે લોકો પોતાના વાહન, લેપટોપ અને મોબાઇલ ચોરીની ફરિયાદ એપના માધ્યમથી નોંધાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

એપ્લીકેશનની જાગૃતિ માટે 20 જેટલા હોર્ડિગ્સ લગાવાશે, ઘરે ઘરે પેમ્લેટસનું વિતરણ કરાશે

વાહન, લેપટોપ અને મોબાઇલ ચોરી કયાંથી થઇ અને તેના જરૂરી ડોક્યુમેટ અપલોડ કરવામાં આવે ત્યારે પોલીસ સૌ પ્રથમ ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગેની માહિતીની ઇ-ગુજકોપ એપ્લીકેસનની મદદથી તપાસ કરવામાં આવશે ત્યાર બાદ ફરિયાદની તપાસ કોણ કરી રહ્યું છે તે અંગેની માહિતી 48 કલાકમાં જ ઇ ફરિયાદ કરનારને મળી જશે ફરિયાદનો નિકાલ પણ માત્ર 21 દિવસમાં જ કરવામાં આવશે જેના કારણે લોકોને પોલીસ મથકે ફરિયાદ ન લેતા હોવાની ફરિયાદના નિકાલની સાથે પોલીસ મથકે ધક્કો ખાવાની જરૂર નહી રહે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે.

સિટીઝન પોર્ટલ એપ્લીકેશન અંગે જાગૃતિ માટે અભિયાન શરૂ કરવામાં આવેશે આ એપ તમામે ડાઉન્ડ લોડ કરવી જરૂરી હોવાનું કહી શહેરના જુદા જુદા 20 જેટલા સ્થળે હોર્ડિગ્સ લગાવવામાં આવશે અને ઘરે ઘરે પત્રીકાનું વિતરણ કરવામાં આવશ તેમ જણાવ્યું હતું.

પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી લોકોને થતી મુશ્કેલી નિવારી શકાય તેમ હોવાનું કહી એપ ઉપયોગીતા અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું.

48 કલાકમાં પોલીસ દ્વારા પ્રત્યુતર આપી માત્ર 21 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવામાં આવશે

72 કલાકમાં જ ઇ ફરિયાદ અંગેના નિકાલ થવો જોઇએ નહી તો ઇ ફરિયાદ પેન્ડીગ અંગેનો એસએમએસ ચોથા દિવસે ડીસીપી અને એસીપીને જશે ત્યાર બાદ 24 કલાકમાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો પાંચમાં દિવસે ડીસીપીને એસએમએસથી જાણ કરી 120 કલાકમાં આખરી નિર્ણય લેવામાં આવશે તેમજ કોઇ પોતાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા ઇચ્છે તો ત્યાં પણ ફરિયાદ નોંધાવી શકશે તેમ જણાવ્યું હતું.

ચોરીનું સ્થળ અંગે પોલીસ મથકની હદ અંગે માહિતી ઇ ફરિયાદ નોંધાવનારને ન હોય ત્યારે સંબંધીત પોલીસ મથકે ટ્રાન્સફર કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.