Abtak Media Google News

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃનથી શરૂઆત થઈ છે. તો સામગ્ર વર્ષ દૃરમ્યાન તેઓના પરમ ભક્ત પૂજ્ય ગુરુદેવરાકેાભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંઘિત કરીએ, જ્યોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદૃ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધનારૂપ જીવનની યશોગાથા.

‘બહુરત્ના વસુંધરા’ ઉક્તિને ર્સાક કરતી ભારતની ભૂમિમાં અનેક મહાત્માઓ‚પી રત્નો પાક્યાં છે. તેમાં પણ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના ફળદ્રુપ ઉદૃરેી વિશ્ર્વને કેટલાંય સંતો, યુગપ્રવર્તકો અને નરરત્નો સાંપડયાં છે. આવા જ એક અલૌકિક રત્નનો – શ્રીમદૃ્ રાજચંદ્રનો – વિક્રમની વીસમી શતાબ્દૃીમાં, ધન્ય ભૂમિ સૌરાષ્ટ્રના શાંત રળિયામણા બંદૃર વવાણિયામાં પ્રાદુર્ભાવ થયો હતો.

શ્રીમદૃ્ના પિતામહ શ્રી પંચાણભાઈ મોરબી તાબાના માણેકવાડાના રહીશ હતા. વિ.સં. ૧૮૯૨(ઈ.સ. ૧૮૩૬)માં પોતાના ભાઈઓી જુદૃા થઈ તેઓ વવાણિયા રહેવા આવ્યા હતા. તેમણે રહેઠાણ માટે જે મકાન વેચાતું લીધું હતું ત્યાં શ્રીમદૃ્નો જન્મ થયો હતો. આમ, વવાણિયા શ્રીમદૃ્ના દૃાદૃા શ્રી પંચાણભાઈનું વતન બનતાં તે શ્રીમદૃ્નું જન્મધામ બનવાનું મહાભાગ્ય પામ્યું.

વવાણિયામાં શ્રી પંચાણભાઈએ વહાણવટાનો અને વ્યાજવટાવનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમના પુત્ર શ્રી રવજીભાઈનો જન્મ વિ.સં. ૧૯૦૨માં યો હતો. શ્રી રવજીભાઈએ ચૌદૃ વર્ષની ઉંમરે વવાણિયામાં તા ચમનપર વગેરે આજુબાજુનાં ગામોમાં વ્યાજવટાવનું કામ શરૂ કર્યું હતું. તેઓ પણ વૈષ્ણવધર્મ પાળતા હતા. તેઓ ખૂબ દૃયાળુ હતા તા દૃીન-દૂ:ખીઓને ભોજન-વસ્ત્ર વગેરે આપતા અને સાધુ, સંત, ફકીરની ખૂબ સેવા-ભક્તિ કરતા. શ્રી રવજીભાઈનાં લગ્ન માળિયાના શ્રી રાઘવજીભાઈની સુપુત્રી દેવબાઈ સાથે થયાં હતાં. દેવબાઈ તેમના નામ પ્રમાણે ગુણવાળાં હતાં. સ્વભાવે સરળતાની અને ભદ્રતાની મૂર્તિ એવાં દેવબાઈ સુશીલ, વાત્સલ્યના ભંડાર અને વિનયાદિૃ ગુણસંપન્ન હતાં. તેઓ જૈન કુળમાંથી આવ્યાં હોવાના કારણે પોતાની સો જૈન સંસ્કાર લાવ્યાં હતાં અને જૈન ધર્મ પાળતાં હતાં. દેવબાઈ તેમનાં સાસુ-સસરાની અનન્ય સેવાચાકરી કરતાં. તેમની એકનિષ્ઠ સેવાથી તેઓ બન્ને અતિ પ્રસન્ન રહેતાં. તેઓ દેવબાઈની સેવાથી સંતુષ્ટ થઈ તેમની કુક્ષિએ પ્રભાવશાળી રત્ન પાકે એવી અંતરની આશિષ વારંવાર આપતાં.

મહાપુરુષોનાં જીવનની આસપાસ સૂચક ઘટનાઓનું વર્તુળ ઉદૃ્ભવતું હોય છે, તેમ શ્રીમદૃ્ના જન્મ પહેલાં આ સેવાભાવી દૃંપતીને કુળદૃીપક પુત્રનાં માતા-પિતા વાની આશિષો મળેલી. દેવબાઈને પુત્ર ન હોવાથી તેઓ વવાણિયાના યોગિની રામબાઈબા પાસે ગયાં હતાં. ત્યારે રામબાઈએ તેમને પુત્ર થશે એમ કહી ધીરજ આપી હતી અને તેમના પુત્ર વિષે આગાહી કરતાં કહ્યું હતું કે તે શરદૃના ચંદ્રમા જેવો, કવિઓમાં શિરોમણિ થશે. વળી, તેમણે જણાવ્યું હતું કે તે પુત્ર તેમનાં આંગણાં અજવાળો, સોરઠની નામના વધારશે, તેનાં મંદિૃરો શે અને તેના શબ્દે શબ્દે જ્ઞાનીઓ તા સાધકો સિદ્ધિ મેળવશે. વળી, શ્રી રવજીભાઈએ એક ઓલિયા ફકીરની લાંબા સમય સુધી ખૂબ સેવા-ભક્તિ કરી હતી. તેમણે શ્રી રવજીભાઈનું ભવિષ્ય ભાખ્યું હતું કે તેમને એક મહાપ્રતાપી, પરમ ભાગ્ગશાળી પુત્ર થશે.

આવાં ભક્તિવંત અને સેવાનિષ્ઠ માતા-પિતાને ત્યાં વિ.સં. ૧૯૨૪ની દેવદિૃવાળીએ, ર્આત્ કાર્તિક પૂર્ણિમાએ રવિવારના દિૃવસે (૯મી નવેમ્બર, ઈ.સ. ૧૮૬૭ના રોજ) રાત્રે બે વાગે પૂર્ણ ચંદ્ર જેવા પ્રભાવશાળી નરરત્ન શ્રીમદૃ્ રાજચંદ્રનો જન્મ યો. કાર્તિક પૂર્ણિમાનો આ ધન્ય દિૃવસ વિશ્ર્વની અનેક વિરલ વિભૂતિઓના નામસંપર્કી પાવન બન્યો છે. શ્રીમદૃ્ના જન્મના આશરે ૮૦૦ વર્ષ પહેલાં વિ.સં. ૧૧૪૫માં આ જ કાર્તિક પૂર્ણિમાના દિૃવસે જૈન ધર્મના ધુરંધર, મહાપ્રભાવક, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી જન્મ્યા હતા. શીખધર્મસંસપક ગુરુ નાનકનો જન્મ પણ આ જ પુણ્યદિૃને થયો હતો તથા આ તિથિએ દ્રાવિડ અને વાલિખિલ્લ આદિૃ અનેક દિૃવ્ય આત્માઓ શત્રુંજય ઉપરી અનુપમ સિદ્ધગતિને વર્યા હતા. શ્રીમદૃ્ જેવા પરમ સત્પુરુષ જે ઘડીએ જન્મ્યા તે ઘડી ધન્ય ઈ, તેમનાં માતા-પિતા ધન્ય થયાં, તેમનું કુળ ધન્ય થયું, વવાણિયા ગામ ધન્ય થયું. વવાણિયાના દૃરિયાની ખાડીના પાણીની માલિકી માટે કચ્છ-મોરબી વચ્ચે વારંવાર તકરાર થતી હોવાથી વેપાર પડી ભાંગતો હતો, પરંતુ શ્રીમદૃ્ માતાની કુક્ષિમાં આવ્યા તે અરસામાં જ સુલેહ થઈ હતી અને સંવત ૧૯૨૩ના મહા-ફાગણ માસમાં વવાણિયા બંદૃર પાછું સતેજ થયું હતું, તેમજ ત્યાંનો વેપાર ધમધોકાર ચાલવા માંડયો હતો.

પુત્રના જન્મી માતા-પિતા તા કુટુંબીજનો અતિ આનંદૃ પામ્યાં અને એ પુત્રનું નામ લક્ષ્મીનંદૃન રાખવામાં આવ્યું, પરંતુ ચાર વર્ષની વયે વિ.સં. ૧૯૨૮માં તે નામ બદૃલીને રાયચંદૃ રાખવામાં આવ્યું કે જે નામ કાયમ રહ્યું અને આગળ જતાં આ અદૃ્ભુત જ્ઞાનશ્રીસંપન્ન પુરુષનું “શ્રીમદૃ્ રાજચંદ્ર’ એવું ગુણનિષ્પન્ન નામ બની ગયું.

શ્રી રવજીભાઈ અને દેવબાઈને છ સંતાનો થયાં હતાં. એમાં સૌથી મોટાં તે શિવકુંવરબહેન. એમનાં લગ્ન જેતપરના શ્રી ચત્રભુજ બેચર સાથે થયાં હતાં. બીજે નંબરે શ્રીમદૃ્ રાજચંદ્ર. એમનાં લગ્ન ઝબકબાઈ સાથે થયેલાં. ત્રીજાં તે મીનાબહેન. એમનાં લગ્ન કચ્છ અંજારના શ્રી ટોકરશી પીતાંબર સાથે થયેલાં. ચોથા તે ઝબકબહેન. એમનાં લગ્ન વવાણિયાના શ્રી જસરાજ દૃોશી સો થયેલાં. પાંચમા તે શ્રી મનસુખભાઈ. એમનાં પત્નીનું નામ પણ ઝબકબાઈ હતું. સૌથી નાનાં તે જીજીબહેન. એમનાં લગ્ન સાયલાના શ્રી ઝવેરચંદૃ મલુકચંદૃ સાથે થયેલાં. આમ, શ્રી રવજીભાઈનો કુટુંબ-પરિવાર મોટો હતો. શ્રીમદૃ્નો સાત વર્ષ સુધીનો બાલ્યકાળ નિર્દૃોષ રમતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં આગળ રહેવાની ભાવનાઓમાં વ્યતીત થયો હતો. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્ર્વર જેવી ઊંચી પદૃવી મેળવવાની તેમને જિજ્ઞાસા રહ્યા કરતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છતા રાખવાની, ખાવા-પીવાની, સૂવા-બેસવાની બધી ચેષ્ટા વિદેહી હતી. તેમનું હાડ ગરીબ હતું અને દૃશા નિરપરાધી હતી. તેમનો હસમુખો ચહેરો થતા  મૃદુ અને વહાલું બોલવું દૃરેકને મનમોહક થઈ પડતું હતું. સરળતા, તેજસ્વિતા, સાત્ત્વિકતા, નિ:સ્પૃહતા વગેરે અનેક ગુણો તેમનામાં સહજ ખીલેલા હતા. તેમની તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને અદૃ્ભુત સ્મરણાક્તિને કારણે વિદ્યાદેવી સરસ્વતી જન્મી જ તેમના ઉપર પ્રસન્ન હોય તેમ જણાતું હતું. આમ, ભવિષ્યના એ મહાત્મા બાળવયી જ અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.