Abtak Media Google News

ચંદન, રૂદ્રાક્ષ, કુંદન, અમેરીકન ડાયમંડ, પર્લમોતીની ભવ્ય વેરાયટીઓ રાખડી કાર્ડસ, શણગારેલી ડીશ વિવિધ આઇટમો સંગમ

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના તહેવાર નીમીતે શહેરની બજારોમાં નવનવી રાખડીઓ આવેલ છે. રાજકોટ શહેરમાં છેલ્લા 55 વર્ષથી રાખડીનો વ્યવસાય કરતા એવા જોહર કાર્ડસ વાળા યુસુફઅલીભાઇ તથા હસનેનભાઇ ડો. યાજ્ઞીક રોડ તેમજ જોહર ગેલેરી પ્રેમ મંદિર રોડ, કાલાવડ રોડ, ગાર્ડન સામે આવેલ જોહરભાઇએ જણાવ્યું કે આ વર્ષે 11 ઓગષ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે.

20220727 232317

આ વર્ષ અમારે ત્યાં હિન્દુસ્તાનના પ્રખ્યાત કારીગરો દ્વારા બનાવેલ રાખડીઓ ભરપુર ડીઝાઇનરોમાં આવેલ છે. આ વર્ષે અમારે ત્થા હિન્દુસ્તાનના પ્રખ્યાત કારીગરો દ્વારા બનાવેલ રાખડીઓ ભરપુર ડીઝાઇનોમાં આવેલ છે. જેમ)ં ટ્રેડીશનલ ડીઝાઇનો, ક્રીસ્ટલ પારાના, રૂદ્રાક્ષ, ચંદન,ની ભવ્ય સંખ્યાબંધ ડીઝાઇનો રજવાડી હીરા જડીત રાખડીઓ, જયપુરી સ્ટોનની ચાઇના બીટસની મીનાકારી કરેલ પેન્ડલ ની રાખડીઓ, અલગ અલગ કલરના ડાયમંડ રાખડીઓ તુલસીના પારાની , પર્લ મોતીની રાખડી, ડાયમંડ રીંગ વાળી રાખડી, કસુબ ઝરીના બુટીની રાખડીઓ,  ડાયમંડ રીંગવાળી રાખડી, કસુબ ઝરીના બુટીની રાખડીઓ, રોઝ ગોલ્ડની રાખડીઓ, કુંદનના નંગની, અમેરીકન ડાયમંડની સંખયાબંધ ડીઝાઇનનો બનાવીને અલગ અલગ રીતે સજાવીને રાખડીઓ બનાવવા માં આવી છે.

આ ઉપરાંત મુંબઇના પરવાઓ દ્વારા ફેન્સી  ગુથણી વાળી દોરીની રાખડીઓ જેમાં રૂદ્રાક્ષ ચંદન, ડાયમંડ રીંગ, અલગ અલગ ધાર્મીક પેન્ડલો વાળી કાર્ટુન વાળી રાખડીઓ પુષ્કર પ્રમાણમાં તૈયાર કરે છે. આ ઉપરાંત ઇન્દોર, અમદાવાદ, બરોડા, જયપુર, રાજકોટની બનતી રાખડીઓ ફેન્સી હોય છે.

20220727 232330

કંકુ ચોખા ચંદન સાકર સાથેની સ્પે. પડીકી ફોલ્ડર વાળી આવેલ છે જે રાખડી સાથે બહારગામ મોકલવા માટે રાખડીની સ્પે. સજાવટ કરેલ નાની મોટી સાઇઝની સ્ટીલની, એક્રેલીકની ફેન્સી વર્ક કરેલ ડીશ આવેલ છે. જેમાં કંકુ ચોખા માટે ડબી સાથે હોય છે. કોઇમા દીવા માટે દીવડી પણ હોય છે.

રાખડીના સ્પે. કાર્ડસ આવેલ છે. કાર્ડસમાં રાખડી તથા ભાઇને આશીર્વાદ આપતા મેસેજ લખવામાં આવેલ છે. ફોર કલર ઓફસેટના અલગ અલગ ફોટાવાળા કાર્ડસ સંખ્યાબંધ ડીઝાઇનોના આવેલ છે. અંગ્રેજી તથા ગુજરાતી ભાષાના કાર્ડસ આવેલ છે. રક્ષાબંધન ના પહેવાર નીમીતે પ્રખ્યાત કંપનીઓ દ્વારા ચોકલેટ ના સેલીબે્રશન ગીફટ  બોકસ આવેલ છે. જોહર કાર્ડસ તથા જોહર ગેલેરી માં રાખડીઓ શાનદાર રીતે ડીસ્પલે કરવામાં આવ્યો છે.

20220727 232649

જાન્યુઆરીથી રાખડીની સ્પેશિયલ ડીઝાઇન બનાવવાનું તૈયાર કરીએ છીએ: યુસુફ અલીભાઇ

યુસુફ અલીભાઇએ વધુમાં જણાવ્યું કે, અમો રાખડી માટે જાન્યુઆરી માથી રાખડીની સ્પે. ડીઝાઇનો બનાવવાનું તૈયાર કરીએ છીએ. જેમાં વડીલો માટે સ્પે. નાની નાજુક રાખડીઓ બહેનો પાસ કરે છે. ખાસ બહાર ગામ મોકલવા માટે કંકુ ચોખા સાથે રાખડીઓ આવેલ છે.

ભગવાનને માટે સ્પે. ઉન રેશ્મની ગોટી વાળી રાખડી બાળકો માટે સ્પે. ટીવીના કેરેકટરવાળી યુનાકોન, બીટીએસ, લાઇટીંગ વાળી તેમજ ડીસ્કો લાઇટ વીથ મ્યુજીકલ રાખડી બાળકો માટે અમોએ સ્પે. ડીસ્પલે અલગથી બનાવેલ છે. બાળકો માટુે સ્પે. મોટી સાઇઝની રાખડી ઓની ખરીદી થાય છે આ ઉપરાંત નણંદ ભાભીને બંગડીમાં લુમ્બા રાખડી બાંધે છે. અમારે ત્થા ભાઇ-ભાભીને રાખડી લુમ્બા ના મેચીંગ સેટ ખરીદી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.