Abtak Media Google News

 “રાજકીય કારકિર્દી”ના માધ્યમથી યુવાનના સ્વપ્નને કરાશે સાકાર: નરેશ પટેલ

ખોડલ ધામનાને જાહેઠળ  મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ સહિત અનેક સમિતિઓ ચાલી રહી છે અને અનેક વિવિધ સેવાકીય કાર્યોની સુવાસ ફેલાઈ રહી છે. ત્યારે સરદાર પટેલ કલચરલ ફાઉન્ડેશન અને ખોડલ ધામના નેજા હેઠળ એક અદકેરું અને નવું જ પીછું પોતાની યશકલગીમાં ઉમેરવા માટે જઈ રહ્યા છે. જે છે રાજકીય કારકિર્દી ઘડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલ ધામ યુવારાજ નૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે  એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે. જ્યારે એક સામાન્ય  વ્યક્તિ સરપંચથી લઈને સંસદ સભ્ય સુધી બનવાનું લક્ષ્યને સેવે છે.

આગામી તારીખ 6 ઓગસ્ટને શનિવારના રોજ બપોરે 3 થી 6, સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, પાણીના ટાંકાની સામે, માલવિયા પોલીસ સ્ટેશનવાળી શેરી, મવડી રોડ,રાજકોટ ખાતે આ રાજકીય કારકિર્દી સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સવ સર્માજના યુવાનોને ભાગ લેવા અનુરોધ કરાયો છે. વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન મો. 70699 29297 કરાવવું જરૂરી છે.

રાજકારણ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા યુવાનો માટે એક ઉત્તમ તક રાજકોટના દ્વારે ખોડલ ધામ લઈને આવ્યું છે.અગ્રગણ્ય ફેકલ્ટી, અનુભવી વ્યક્તિઓ અને વિષયના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વ્યક્તિ પાસે તમામ રાજકીય પાસાઓની સમજ સાથે પરિણામ લક્ષીકામની સમજ આપવામાં આવશે. ત્યારે આવનારા સમયમાં ખોડલધામના નેજા હેઠળ ખોડલ ધામ યુવારાજ નૈતિક નેતૃત્વ સંસ્થા  અંતર્ગત અનેક પ્રકલ્પ સાકાર થવાના છે.

આગામી સમયમાં ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધીના વ્યક્તિઓના સંવાદે ગોઠવવામાં આવશે. જેમાં સફળ થયેલા ધારાસભ્યો અન ેસાંસદ સભ્યો યુવાનોને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કરશે અને એમના માધ્યમથી આ શહેરને, રાજ્યને અને દેશને એક સરદાર વલ્લભભાઈ પટેલની પરંપરાને આગળ વધારે તેવા મજબૂતને કદાવર નેતાઓ મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.