Abtak Media Google News

ગૌવંશના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરાવવા કોંગી અગ્રણી સુરેશ બથવારની માંગ

 

રાજ્યભરમાં લમ્પી વાઇરસના કારણે ગાયો સહિતના પશુધન ટપોટપ મૃત્યુને ભેટી રહ્યા છે. રાજકોટ નજીક આવેલા હલેન્ડા ગામે સેંકડો ગૌવંશના મૃતદેહોના ઢગલા જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ અંગેની માહિતી મળતા પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ સુરેશભાઈ બથવાર ઘટના સ્થળે દોડી ગયા હતાં.

મૃત્યુ પામેલી ગૌમાતાના મૃતદેહોને જોઇને સુરેશભાઈ બથવારે  ગાયોની સારવાર ન કરી શકનાર સત્તાધીશો મૃત્યું પામેલી ગાયોની અંતિમ વિધિ પણ સારી રીતે ન શકતા હોવાનો આક્ષેપ કર્યો હતો.શ્રાવણમાસના પ્રથમ સોમવારે આવા દુ:ખદ બનાવથી ગૌને માતા ગણતા હિન્દુઓની લાગણી દુભાઈ હોવાનું જણાવ્યું હતું. રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે છેલ્લા 15 દિવસથી સેંકડો ગૌવંશના લમ્પી વાયરસ ભોગ બની રહ્યાં છે. છેલ્લા 15 દિવસ માં આશરે 200 જેટલી ગાયો અને બળદોનું મરણ થવા પામ્યું છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયાના માર્ગદર્શન હેઠળ

લમ્પીગ્રસ્તપશુધનના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે તે સ્થળની મુલાકાતે પહોંચેલા સુરેશ બથવાર 200 ગૌવંશના મૃતદેહોનું દ્રશ્ય જોઇ ચોંકી ઉઠયા હતાં. એટલુ જ નહી આ ગૌવંશના મૃતદેહને કુતરાઓ હેરફેર કરતા નજર પડતા હતા.ગાયોની સારવાર ન કર્યા પછી મોતને ભેટેલી ગાયોની અંતિમ સંસ્કાર વિધિ વ્યવસ્થિત કરવાની માંગ કરી હતી. જેથી કરીને ગાયોના મૃતદેહોની હાલત ખરાબ ન થાય અને 64 કરોડ દેવીદેવતાઓ જે ગાયમાં વાસ કરે છે તે ગાયની મર્યાદા મૃત્યું પછી પણ જળવાઇ રહે તેમ બથવારે જણાવ્યું હતું.

સુરેશભાઈ બથવારે આ અંગે દુ:ખની વ્યકત કરતાં અંતમાં જણાવ્યું હતું કે મહિના પહેલા આ રોગ અંગે ગંભીરતા દાખવી હોત તો વાયરસ આટલો ન ફેલાત અને બધા ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું હોત તો આવા કાળમુખા લમ્પી વાયરસ ભોગ ન બન્યા હોત.

તેમ ઉમેર્યું હતું. હલેન્ડા ગામે સુરેશભાઈ બથવારે પશુ દવાખાનાની મુલાકાત લઈને લમ્પી વાઇરસ વિરોધી ઉપલબ્ધ રસી અંગે માહિતી મેળવી હતી. આ સમયે તેમની સાથે સ્થાનિક આગેવાનો ધર્મેશભાઈ ઢાકેંચા, કિશોરભાઈ મકવાણા,નાજાભાઈ પરમાર, બાબુભાઈ મારુ, ભાવેશભાઈ જાપડા, લાલભાઈ આહીર, વિશાલભાઇ જલુ, દિનેશભાઈ ગમારા, ભાવેશભાઈ રાઠોડ, નિર્મળભાઈ જાપડા, ઉદાઈભાઈ ગરયા, શૈલેષભાઈ સાવલિયા જોડાયા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.