Abtak Media Google News

સતત 16 વર્ષથી આયોજીત ટેલેન્ટ શો માણવો બને છે જીવનનો એક લ્હાવો

અરવિંદભાઈ મણીયાર જન કલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે 5 ઓગષ્ટે બપોરે 3 વાગ્યે દિવ્યાંગ બાળકોની સંવેદનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ કાર્યક્રમ સ્નેહ સ્પર્શનું આયોજન હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગુજરાત પ્રાંતના સંઘચાલક તરીકે ફરજ બજાવી દિવ્યાંગો માટે જીવન સમર્પિત કરનાર અને પપ્પાજી ના નામથી જાણીતા થયેલા સ્વ ડો.પી.વી.દોશીની જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમ યોજાવાનો છે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અરવિંદભાઈ રૈયાણી, મંત્રી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કરશે. અતિથી વિશેષ તરીકે અનિલભાઈ દેસાઈ, ગોવિંદભાઈ પટેલ, ડો.કેતનભાઈ બાવીશી, દર્શીતાબેન શાહ અને મહેશભાઈે કોટક.

આ કાર્યક્રમમાં દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કામ કરતી આઠ સંસ્થાઓ જેવીકે વિરાણી બહેરા-મુંગા શાળા, વી.ડી.પારેખ અંધ મહિલા,પ્રયાસ પેરેન્ટસ,સ્નેહ નિર્ઝર, જીનીયસ સુપર કિડ્સ, મંત્ર ફાઉન્ડેશન, સેતુ ફાઉન્ડેશન અને એકરંગ વગેરે સંસ્થાઓના કુલ 156 બાળકો ભાગ લઈ કલાના ઓજસ પાથરશે.

જેમાં સાંભળી કે બોલી ન શકતા અને સીધી લીટીએ ચાલી પણ ન શકનારાઓ મેન્ટલી રીટાર્ડેડ બાળકો તાલબદ્ધ નૃત્ય કરશે. 156 બાળકો અદ્ભૂત કૃતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમના પ્રોજેકટ ઈન્ચાર્જ તરીકે જાહનવીબેન લાખાણી તથા નિલેશભાઈ શાહ અને પ્રભાતભાઈ ડાંગર સંભાળી રહ્યાં છે. જ્યારે કોરીયોગ્રાફર તરીકે નિરજભાઈ દોશી સેવા આપે છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને આકર્ષક ગીફ તથા નાસ્તો આપવામાં આવશે. જ્યારે  ભાગ લેનાર તમામ સંસ્થાઓને મોમેન્ટો તથા પુરસ્કાર આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના વરિષ્ટ આગેવાન જયંતભાઈ ધોળકીયા તથા રાજુલભાઈ દવે, લક્ષ્મણભાઈ મકવાણા, હસુભાઈ ગણાત્રા, ઈન્દ્રવદનભાઈ રાજ્યગુરુ, ભુપેન્દ્રભાઈ શાહ, હરીશભાઈ શાહ, અશોકભાઈ પંડ્યા, જેન્તીભાઈ પટેલ, ભરતભાઈ અનડકટ, રમેશભાઈ પરમાર, ગુણવંતભાઈ ભટ્ટ, ધનરાજભાઈ મહેતા, મનીષભાઈ શેઠ, સચીનભાઈ શુકલ, ધર્મેશભાઈ મકવાણા, હેમંતભાઈ ત્રિવેદી, અશોકભાઈ રાવલ, સંજયભાઈ ઓઝા, કમલેશભાઈ મહેતા અને સંજયભાઈ મોદી જહેમત ઉઠાવી રહ્યાં છે.

મુકબધીર અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.વલ્લભભાઈ કથીરીયા તથા જયોતિન્દ્રભાઈ મહેતા, હંસીકાબેન મણીઆર,કલ્પકભાઈ મણીઆર,શિવુભાઈ દવે તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સહ પરિવાર હાજરી આપવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.