Abtak Media Google News

જન્માષ્ટમીની શોભાયાત્રા માટે વિહીપની તડામાર તૈયારીઓ આયોજનમાં કોઇ કચાશ નહી રહે

રાજકોટમાં કાનુડાના જન્મોત્સવના વધામણા માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જન્માષ્ટમીની શોભાયાત્રા માટે વિહીપ દ્વારા સુકાન સંભાળવા આવી રહ્યું છે ત્યારે સમગ્ર આયોજનની રૂપરેખા ‘અબતક’ની મુલાકાતે આવેલા નરેન્દ્રબાપુ, નરેન્દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, સમીતીના અઘ્યક્ષ ધર્મેશભાઇ પટેલ એ જણાવ્યું હતું કે આ વખતે કોરાનાના પછી બે વર્ષ બાદ શોભાયાત્રાના આયોજનથી ભાવિકોમાં અભુતપૂર્વ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે જબ્બર મેદની માટે જબ્બરદસ વ્યવહાર ગોઠાવવામાં આવી છે.

Dsc 3319

જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા છેલ્લા 3પ વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને રંગેચંગે મનાવવા માટે ભવ્ય શોભાયાત્રા સહીતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ ધર્મ સંપ્રદાય તથા સમાજનો દરેક વર્ગ નાત જાતના ભેદથી ઉપર ઉઠીને જોડાય છે.

આ વર્ષે પણ 36મી શોભાયાત્રાનું અભૂતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમીતીના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. આપાગીગા ઓટલાના મહંત તથા આ વર્ષના ધર્માઘ્યક્ષ નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું કે, આગામી તા.19 ના રોજ  ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8 થી 9 દરમ્યાન અનેક સંતો, મહંતો અને ધર્મગુરુઓની ઉ5સ્થિતિમાં મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું  આયોજન કરવામાં આવશે. સાધુ સંતો દ્વારા પ્રેરક ઉદબોધન અને આર્શીવચન પાઠવવામાં આવશે.

માવજીભાઇ ડોડીયા તથા હસુભાઇ ભગદેવએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી મહોત્સવ નીમીતે દર વર્ષે સંસ્થાને અનેક સંસ્થા, મંડળો, સામાજીક આગેવાનો,  દાતાશ્રીઓ અને ખાસ કરીને સમગ્ર રથયાત્રાનું સુંદર રીતે સંચાલન કરવા માટે કાર્યકર્તાનો સહયોગ પ્રાપ્ત થાય છે.

મહોત્સવ સમીતીના વર્ષ-2022 ના અઘ્યક્ષની જવાબદારી ધર્મેશભાઇ પટેલ દ્વારા માહીતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષે યોજાય છે તેના કરતા પણ વિશેષ ધર્મયાત્રા આ વર્ષે યોજાશે. અનેક ફલોટસ, વાહનો, બાઇક સવાર યુવાનો, બજરંગદળના રક્ષકોની ટીમ, દુર્ગાવાહીની બહેનો, સુશોભીત ટુ વ્હીલર, રાસ મંડળીઓ, ધુન મંડળ, ડીજે. પાર્ટી, કળશધારી બહેનો, સાફાધારી યુવાનો, વેશભૂષા કરેલા પાત્રો સહીતના અનેક આકર્ષણો આ શોભાયાત્રામાં આ વર્ષે પણ જોડાશે અને લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી હિન્દુ સમાજ ઠેર ઠેર ભગવાન કૃષ્ણના વધામણા અને દર્શનનો લાભ લેશે. તા.13 ના રોજ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સાંજે 7.30 કલાકે સૂત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ તથા તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવશે.

વિહિપ અઘ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયાએ આપતા જણાવ્યું હતું કે, રાજકોટના ટ્રાન્સપોર્ટરો દ્વારા દર વર્ષે જરુરીયાત મુજબના તમામ નાના મોટા વાહનો વિનામૂલ્યે સમીતીને ફાળવવામાં આવે છે. જેમાં અલગ અલગ સંસ્થા મંડળો પોતાના ફલોટસ બનાવી રથયાત્રામાં જોડાય છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા ડ્રાઇવર સાથેના વાહનો તો મોકલાવે જ છે પણ જરુરી ડીઝલ પણ પોતાના સ્વખર્ચે પુરાવીને પોતાનું મહત્વ પૂર્ણ યોગદાન કોઇપણ જાતની જાહેરાત વગર અનેક વર્ષોથી કરતાં આવ્યા છે. આ તકે તેઓને જેટલા ધન્યવાદ આપીએ તે ઓછા છે.

આ વાવડીના અગ્રણી રાજદિપસિંહ જાડેજાએ જન્માષ્ટમી શોભાયાત્રા નીમીતે સમગ્ર રાજકોટના રાજમાર્ગો ઉપર વિચરણ કરનાર ભવ્યાતિ ભવ્ય અને દર્શનીય શોભાયાત્રાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. રથયાત્રા સાથે જોડનાર તમામ  કાર્યકરોને સમગ્ર શીસ્ત સાથે આખી શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે અનુરોધ કર્યો છે. તેમજ વિશેષમાં જણાવેલ કે તા. 1પ ના રોજ રાત્રે 9 કલાકે હેમુગઢવી ખાતે કૃષ્ણભકિત, દેશભકિત નામક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

સમીતીના મહામંત્રી નીતેશભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ શોભાયાત્રાના રુટ ઉપર અનેક સંસ્થા, ગ્રુપ, મંડળ, કંપની, બેંકો દ્વારા ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના વધામણા કરવામાં આવે છે.

આગામી તા.7 ના રોજ અટલ બિહારી ઓડીટોરીયમ પેડક રોડ ખાતે બાળકો માટે ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.11 ના રોજ રક્ષાબંધન નીમીતે દુર્ગાવાહીનીના બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. તા. 14 ના રોજ અખંડ ભારત સંકલ્પ દિન નીમીતે બજરંગદળના કાર્યકરો દ્વારા એક મસાલ યાત્રા યોજાશે. તથા સવિશેષ તા. 19 ના રોજ જન્માષ્ટમી નીમીતે ભવ્યાતિભવ્ય  દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના મવડી ચોક ખાતેથી શરુ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રુટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને પેડક રોડ બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે.

રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા વિનામૂલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઇ જાતનો ચાર્જ લીધા વગર નિ:સ્વાર્થ ભાવે સેવા આપી રહ્યાં છે. માટે દરેક ચાલકોને મહોત્સવ સમીતી દ્વારા એક પ્રોત્સાહીક પુરુસ્કાર રુપે ગીફટ આપવામાં આવશે.

આ પ્રેસ મુલાકાતમાં સમીતીના ધર્માઘ્યક્ષ નરેન્દ્રબાપુ, તથા  નરેન્દ્રભાઇ દવે, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, સમીતીના અઘ્યક્ષ ધર્મેશભાઇ પટેલ, યાત્રા સંયોજક  રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઇ બેચરા, મહામંત્રી નિતેશભાઇ કથીરીયા તથા પ્રેસ મીડીયા ઇન્ચાર્જ પારસ શેઠની યાદીમાં જણાવ્યું છે.

શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમીતી ધર્મયાત્રાનો રૂટ : ધર્મસભા સવારે 8 કલાકે યોજાશે

ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી, રૈયા સર્કલ, હનુમાનમઢી ચોક, આમ્રપાલી રોડ, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, હરીહર ચોક, પંચનાથ મંદિર રોડ, લીમડા, ચોક, ભાવનગરનો ઉતારો એસ.બી.એસ. બેંકની બાજુમાં, ત્રિકોણબાગ થી ગેસ્ફોડ ટોકીઝ રોડથી માલવીયા ચોક, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, મકકમ ચોક, 80 ફુટ રોડ, પાસપોર્ટ ઓફીસ, નાગરીક બેંક ચોક, ધારેશ્ર્વર મંદિર, ભકિતનગર સર્કલ, સોરઠીયાવાડી ચોક, કેવડાવાળી મેઇન રોડ, બેમ્બે આર્યન ચોક થઇને જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા જેલ ચોક, જુનુ બી ડીવીઝન પોલીસ સ્ટેશન થઇ ચુનારાવાળ મેઇન રોડ, ચંપકનગર, સંતકબીર રોડ, કે.ડી. કોમ્પલેક્ષ ચોક, ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાન મંદિર પાણીના ઘોડા ખાતે સમાપન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.