Abtak Media Google News

શિબિરનો પ્રારંભ સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા કરાશે: ફેસ્ટીવલમાં મુખ્ય સંચાલક નિના જોષી અને રેણુ પંચાલ માધવી રહેશે

સાસણ ખાતે વિશાલ ગ્રીન વુડ (લોર્ડઝ)પર ત્રિ-દિવસીય (શની, રવિ, સોમ) ઓશો મોન્સુન ફેસ્ટીવલ શિબિરનું આયોજન રાજકોટના યોગા માસ્ટર નિના જોષી (માં પ્રેમ નંદિની) તથા હરિયાણાના પ્રેમ માધવી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તા. 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન બન્ને માસ્ટરો દ્વારા વિવિધ ઓશો ધ્યાન પ્રયોગો તથા વિવિધ યોગા કરાવવામાં આવશે. ઓશોનો સંદેશ છે કે ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર તથા હસીબા-ખેલીબા-ઘરીબા-ધ્યાનમુને સાર્થક વિવિધ ધ્યાન પ્રયોગો કરવામાં આવશે.

Screenshot 1 26

રંગરેજ ગ્રુપના માં પ્રેમ માધવીનો ટુકો પરિચય :

માં પ્રેમ માધવી હરીયાણાના છે, તેઓએ  ભારતભરમાં અનેક ધ્યાન શિબિરોનું આયોજન અને સંચાલન કરેલ છે. તેઓ વિવિધ ટાઇમની ત્રણ દિવસથી દશ દિવસીય અનેક ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ છે. રાજકોટમાં ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર આઠ શિબિરોનું સંચાલન કરેલ છે. તેઓનો જન્મ 10 ડીસેમ્બર, 1982ના રોજ થયેલ છે. તેઓ એશિયામાં બી.એ.( સાયકોલોજી) એમ.એ (હીન્દી) બી.એડ ઐયર લાઈન્સ મેનેજમેન્ટ કોર્ષ, એન.ટી.ટી. પ્રાથમીક ચિકિત્સા અને ગૃહ નર્સીગમાં પ્રશિક્ષણ (સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય) નિર્માણ ઉદ્યોગ વિકાસ પરિષદ દ્વારા અનુચૌદિત પ્રમાણીત કુશલ પેન્ટર. તેઓને અનેક સરકારી તેમજ અર્ધસરકારી એવોર્ડ મળેલ છે.

યોગામાસ્ટર નિના જોષી (માં પ્રેમ નદિની) તરીકે

ઓરતે સન્યાસીની યોગા માસ્ટરમાં પ્રેમ નંદીનીએ યોગા પર ડીપ્લોમાં કરેલ છે. હાલમાં તેઓ યોગા પર પી.એચ.ડીનો અભ્યાસ કરે છે. તેઓએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અનેક ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન તેમજ અનેક યોગાના કાર્યક્રમો કરેલ છે.

તેઓના સાનિધ્યમાં ધ્યાન કરનારા સાધકોએ દર્શાવ્યું છે કે ધ્યાન પછી તો સ્વયંને વધારે ખુલ્લા, સંવેદનશિલ અને કેન્દ્રીત હોવાનો અનુભવ કર્યો અને જોયું કે ધ્યાન દરમ્યાન તેઓ વધારે ગહનરૂપે શિથિલ અને શાંત થઇ શકે છે.

ઉપરોકત ઓશો ફેસ્ટીવલમાં ધ્યાનનું સંચાલન રંગરેજ ગ્રુપના માં પ્રેમ માધવી કરેલ જેમા હિલીંગ, ઓરા કલીનીગ, રેઈન ડાન્સ ઇ એન્ડ ટી રેપીંગ થેરાપી, કલર થેરાપી ઓશો મેડીટેશન, પીન-પાન, એનર્જી ટેકનીક જેવા ધ્યાન અને ઓશો એ જે પતંજલી યોગ સુત્ર પર જે વાત કરી કે યોગ દ્વારા શરીર અને મનને જોડીને આત્માને જાગૃત કરવાની જે યોગ વિધિઓ છે. જે ઓશો સંન્યાસીની રાજકોટના ખુબજ જાણીતા યોગા માસ્ટર અને ઓશો મેડીટેશન – વાળા નીના જોષી(માં પ્રેમ નંદીની) કરાવશે.

ઉત્સવ મારો ધર્મ-પ્રેમ મારો સંદેશ, મોન મારૂ સત્ય આ શિબિરમાં થશે. જોતા જ આંખ ઠરે એવુ પરિશર અને મળતા જ હૈયુ હરખાય એવા ઓશોના સંન્યાસીઓ પતંજલી યોગ સાથે જોડાયેલા શ્રીશ્રી આર્ટ ઓફ લીવીંગ અને સદ્ગુરૂ સાથે દરેક ધર્મ સાથે  જોડાયેલા દરેક સાધકો છે.

વરસાદમાં ભીની થયેલી માટી, રંગબેરંગી ફુલોની સુગંધ અને પંખીના કલરવ સાથે, સમયની મધુર સ્મૃતિ સંગાથે લઇ જવાનો મોકો આ રિસોર્ટના માલીક બળવંતભાઇ ધામીએ સર્વને આમંત્રણ અપાયું છે.

સ્થળ : વિશાલ ગ્રીન વુડ (લોર્ડઝ) સાસણ ગીર, વિશેષ માહિતી : નિના જોષી (માં પ્રેમ નદીની)- 98245 84422, દિનેશભાઇ ડોડીયા (સ્વામી ગીત ગોવિંદ)- 8511119416, માં પ્રેમ માધવી- 8319238872.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.