Abtak Media Google News

સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે 15મી ઓગસ્ટ સવારે 8:00 કલાકે ધ્વજવંદન કરશે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.13 થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહયુ છે ત્યારે પ્રદેશ ભાજપ ની યોજના અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં 15મી ઓગષ્ટની ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ઉપર ભવ્ય ઉજવણી થાય તે અંતર્ગત રાજકોટ કરણપરા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે તા.15 ઓગષ્ટ, સોમવાર ના સવારે 8:00 કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ તકે વધુમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ કે તા. 15 ઓગષ્ટના સ્વાતંત્ર પર્વના અવસરે શહેર ભાજપ કાર્યાલયને તીરંગા કલરથી શુશોભીત કરવામાં આવશે અને ધ્વજવંદન બાદ કાર્યકર્તાઓ દ્વારા તીરંગાને સલામી આપી રાષ્ટ્ર ગાન કરાશે. તો આ કાર્યક્રમમાં શહેરની ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે અનુરોધ કર્યો હતો.

સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ યુવા ભાજપ દ્વારા મશાલ રેલી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ‘હર ઘર તિરંગા’ના મૂર્ત સ્વરૂપ દ્વારા રાષ્ટ્રભક્તિના રંગે રંગાવાનું અભૂતપૂર્વ અભિયાન અંતર્ગત તા.13 ઓગસ્ટથી તા.15 ઓગસ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.14/8ના રવિવારે સાંજે 7:00 કલાકે વીર શિવાજીની પ્રતિમા, જિલ્લા પંચાયત ચોકથી પ્રારંભ થઇ સ્વામી વિવેકાનંદની પ્રતિમા, યાજ્ઞીક રોડ સુધી તિરંગા સાથેની મૌન રેલી તેમજ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજવામાં આવશે.

તેમજ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશની અખંડીતતા, અલંકૃતા અને ઐકયને પ્રાપ્ત કરવા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ‘મશાલ રેલી’નું આયોજન કરવામાં આવેલ છે.

શહેરીજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે શહેરીજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું કે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહયુ છે અને દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે અને ‘હર ઘર તિરંગા’ થી પ્રત્યેક ઘરો, સંસ્થાઓ પર તિરંગો લહેરાઈ રહયો છે, સમગ્ર દેશ તિરંગામય બન્યો છે ત્યારે એક નવો સંકલ્પ, નવી ઉર્જા, નવુ ભારત, નવો પુરૂષાર્થ, સામુહિક શક્તિ દેશમાં પરીવર્તન આવી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સુરક્ષીત છે, સમૃધ્ધ છે અને શક્તિશાળી છે.

આપણા વૈશ્ર્વિક સબંધ ભારતની શાંતિ અને સુરક્ષામાં એક નવો આયામ જોડી રહયા છે અને નવુ બળ આપી રહયા છે. જનહિતના અનેકાનેક નિર્ણયો લઈને ગુજરાતની વિકાસયાત્રાના વાવટા દસે દિશામાં ફેલાય તેવી વણથક સફળતા મેળવી છે. સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સુરાજ્યની દિશામાં કલ્યાણરાજયની ભાવનાથી આપણે રામ રાજ્ય તરફ ગતિ કરી છે. અને મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીના પદચિન્હો પર ચાલીને ભારતને જગદગુરૂ બનાવવામાં ગુજરાતને અગ્રેસર રાખ્યું છે.

ત્યારે દેશને આઝાદી અપાવનાર અનેક ક્રાંતિવીરોને વંદન કરવાનો આજે દિવસ છે. ત્યારે આઝાદીના આ અમૃત મહોત્સવે આપણે સૌ એક દિવ્ય ભારત, ભવ્ય ભારતના નિર્માણમાં સહભાગી થઈએ તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે શહેરીજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું.

ભાજપ દ્વારા મોહનભાઇ હોલ ખાતે પ્રદર્શની યોજાશે

બલિદાનની યાદમાં તા.14 ઓગષ્ટ ‘વિભાજન વિભિષિકા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન કે જેમાં વીર શહિદો અને વિભાજન સમયે દેશવાસીઓની બલિદાનગાથાની યાદ તાજા થાય અને શહેરીજનો તેનાથી માહિતગાર થાય તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.14/8 થી તા.16/8 દરમ્યાન શહેરના મોહનભાઇ હોલ, ધરમ સીનેમા સામે પ્રદર્શની યોજવામાં આવશે. ત્યારે આવતીકાલે તા.14/8ના સાંજે 6:00 કલાકે શહેર ભાજપ અગ્રણીઓ દ્વારા મોહનભાઇ હોલ ખાતે શહેરીજનો માટે પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવશે.

ત્યારે આ કાર્યક્રમના સંયોજક તરીકે જીતુ કોઠારી, સહ સંયોજક તરીકે પ્રફુલભાઇ કાથરોટીયા, હરેશ જોષી જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે શહેરીજનોને આ પ્રદર્શનીનો લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જાહેર અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.