Abtak Media Google News

મોરબી યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો

મોરબીનાં ઉમિયા સર્કલ પાસે 3 શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરતા યુવકને પગના ભાગે ફેક્ચર આવ્યું હતું. જેને લઈ યુવકે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, હિતેષ ઉર્ફે હેમંત ધીરાભાઈ ભુંભરીયા ગત 21 તારીખના રોજ તેના ભાઈ આશિષ તથા દીપકસિંહ સાથે મોરબીના ઉમિયા સર્કલ પાસે યદુનંદન-1 મોમાઈ દુધની ડેરી આગળ ઉભા હતા.

તે સમયે વજા રાજાભાઈ રાઠોડ નામના શખ્સે ત્યાં આવી તું કેમ મારા ભત્રીજાની પત્નિના મોબાઈલમાં વ્હોટ્સેપ મેસેજ કરે છે તેમ કહિ વજા તેના બે મિત્રો કમલેશ હમીરભાઈ રાઠોડ અને સુરેશભાઈ સાથે મળી યુવક પર લાકડાના ધોકા અને પાઇપ વડે તૂટી પડ્યા હતા, અને મુંઢ માર મારી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને ડાબા પગમાં ફેક્ચર આવ્યું હતું. તેમજ હિતેશે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.