Abtak Media Google News

કચ્છમાં જૈન દર્શનની ગૌરવવંતી ઐતિહાસિક ઘટના જીવંત કરતી આરાધ્યા આર્ટ ગેલેરીનું ઉદ્ધાટન તેમજ દ્રિતીય અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

Whatsapp Image 2022 08 25 At 12.24.45 Pm 1

નદી જેવી રીતે સાગરમાં ભળીને અસ્તિત્વ વિસર્જન કરે એવી રીતે સ્વયંના અસ્તિત્વનું વિસર્જન કરી સ્વયંમાં પરમ તત્ત્વનું સર્જન કરી દેવાના પરમ કલ્યાણકારી બોધ સાથે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે  કચ્છના પુનડી ગામમાં ઉજવાયેલો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો દ્વિતીય દિવસ હજારો ભાવિકોના હૃદયમાં જિનશાસન પ્રત્યે જય-જયકાર ગજાવી ગયો હતો.

સમગ્ર કચ્છ અને સમગ્ર જગતમાં ખોબા જેવા નાનકડા પુનડી ગામને ગાજતું-ગૂંજતું કરીને પુનડીના જઙખ આરોગ્યધામ ખાતે વ્યતીત થઈ રહેલા કચ્છ કલ્યાણકારી ચાતુર્માસનો સમગ્ર લાભ લેનારા ઉદારહૃદયા એસપીએમ પરિવારના સહયોગે પરમ ગુરુદેવના સાંનિધ્યે સમગ્ર પુનડી ગામના પટેલ, ક્ષત્રિય, દરબાર આદિ અનેક જ્ઞાતિના ભાવિકો તેમજ વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા ,જર્મની યુગાન્ડા, દુબઈ, સિંગાપુર, મલેશિયા, સુદાન, અબુધાબી મળીને 156 દેશના મળીને હજારો- લાખો ભાવિકો લાઈવના માધ્યમે પુનડીમાં સવારથી રાત સુધીના અનેક અનુષ્ઠાનમાં જોડાઈને  પર્વાધિરાજ પર્વની આરાધના સાથે આત્મહિત સાધી રહ્યા છે.

Whatsapp Image 2022 08 25 At 12.24.47 Pm

પર્વના આ પાવન અવસરે જીવદયા અને માનવતાની અમૂલ્ય મહેક પ્રસરી રહી જ્યારે પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી રસ્તે રઝળતાં ઘાયલ બીમાર અબોલ જીવની સારવાર અર્થે સમસ્ત મહાજન અzને અર્હમ ટ્રસ્ટ અમેરિકાના સહયોગે, અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે મુંબઈના પાવનધામ -કાંદીવલી ખાતેથી અર્હમ અનુકંપા અંતર્ગત દ્વિતીય એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ સાથે જ 5-5 વર્ષથી હજારો કબૂતરોની ક્ષુધાતૃપ્તિ કરતા પાવનધામ કાંદિવલી વિસ્તારના ચબૂતરે ચણ આપવામાં આવતા જયકાર વર્તાયો હતો. કરુણા- જીવદયાના આ અવસરે સમસ્ત મહાજનના શ્રી ગીરીશભાઈ એ પરમ ગુરુદેવને કરુણાનિધાન સ્વરૂપે ઓળખાવીને એમને અબોલ જીવો માટે કરેલી ખેવના પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.  સાંસદ  ગોપાલભાઈ શેટ્ટીએ હજારો અબોલ જીવોને શાતા પમાડતા આ સતકાર્ય બદલ શુભેચ્છા અભિનંદનના વ્યક્ત કરી હતી. એસપીએમ પરિવાર અને માતા તારાબેન ચુનીલાલ મોદી પરિવાર,  ગુણવંતભાઈ દામાણી પરિવાર દ્વારા 3 એમ્બ્યુલન્સ અર્પણ કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

Whatsapp Image 2022 08 25 At 12.24.46 Pm

અબજો વર્ષ પહેલાં ઘટેલી બાહુબલીના અહંકાર મુક્તિની ઘટનાને તાદ્રશ્ય કરતી અદભુત નાટિકા “ચલો યુદ્ધ કરે” ની પ્રસ્તુતિ હજારો ભાવિકોને અહોભાવથી અનિમેષ બનાવી ગઈ હતી. કચ્છમાં પ્રથમવાર જૈનદર્શનની ગૌરવવંતી ઐતિહાસિક ઘટનાઓને જીવંત કરતી અજોડ પેઇન્ટિંગ્સના કલાખંડ સ્વરૂપ આરાધ્યા આર્ટ ગેલેરીનું ઉદઘાટન થયું.

અનેક આત્માઓ માટે ભાવિની ભગવંતતાનું સર્જન કરીને ઉજવાય રહેલા ક્ષમાપના ઉત્સવ અંતર્ગત આવનારા દિવસોમાં દરરોજની પ્રેરણાત્મક ભવ્ય નાટિકાઓ, આત્મ શુદ્ધિના પ્રયોગ સ્વરૂપ આયોજિત ઇનર ક્લિનિંગ કોર્સ, રાત્રિ પ્રવચનમાળા સાથે તારીખ 28.08.2022, રવિવારે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્યાથી ભવ્ય આયોજન,30.08.2022 – બાલ આલોચના તેમજ અંતિમ દિન 31.08.2018, સવંત્સરી આલોચનાનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મહિકારી દરેક આયોજનમાં જોડાઈને ભવ સાર્થક કરવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

અહંકાર એક એવું ઝેર છે કે જે 48 મિનિટમાં જ પોતાની અસર દેખાડી જાય: રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મ.સા.

Whatsapp Image 2022 08 25 At 12.24.45 Pm

પુનડી ગામના રમણીય વાતાવરણમાં વહેલી સવારના સમયે ગુરુ પુષ્ય નક્ષત્રના અમૃત યોગે પ્રારંભ થયેલી મહાપ્રભાવક શ્રી નમસ્કાર મહામંત્રની જપ સાધનાના પાવન સૂરોમાં સમગ્ર દેશના સૈકડો સંઘો ગુજરાત, સૌરાષ્ટ્રના અને મહારાષ્ટ્રની 40 થી વધુ સ્કૂલના સૈંકડો બાળકો, અનેક ક્ષેત્રોના 60 થી વધુ આશ્રમોના સૈંકડો ભાવિકો અને દેશ-વિદેશના મળીને લાખો ભાવિકોએ એક સૂર એક લયમાં જોડાઈને પાંચ કરોડથી વધુ નમસ્કાર મંત્રોના તરંગો પ્રસરાવી સર્વત્ર શાંતિ-સમાધિ અને પ્રભુ ભક્તિનો ગુંજારવ કરી ગયા હતા.

ઉપસ્થિત ભાવિકોને હૃદય સ્પર્શી વચનોથી પ્રતિબોધિત કરતા આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે , અસ્તિત્વના વિસર્જનમાં સહુથી મોટો સ્પીડ બ્રેકર સમાન એવા અહંકારથી જે મુક્ત બને છે તે જ પરમ તત્ત્વમાં એકાકાર બની સ્વંયમા જ પરમ તત્ત્વનું સર્જન કરી શકે છે. ભૂતકાળમાં અનેક અનેકવાર પ્રાપ્ત થયેલા પરમાત્માની પણ આપણે અહંકારના કારણે અનેકોવાર અશાતના કરી છે. જેના અંદરમા માન વધારે હોય એવા લોકો કદી પરમાત્માની વાતને માન્ય નથી કરતા. અહંકારના કારણે આપણે અન્યનું ઇન્સલ્ટ કરી દેતા હોઈએ છીએ પરંતુ અહંકારી વ્યક્તિ અંતે નિ:સહાય બની જતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.