Abtak Media Google News

વેબ સંકુલ ગાંધીનગરના સહયોગથી યોજાશે સેમિનાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી રવિવારના  વેબસંકુલ-ગાંધીનગરના માધ્યમથી ફ્રી મેગા સેમીનાર યોજાશે.    આ અંગે વધુ માહીતી આપતા સ્ટે.કમિટી ચેરમેન  પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, આગામી રવિવારનો  સવારે 10 કલાકે, પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે જીપીએસી  તથા રાજ્ય સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદ થવાના ભાગરૂપે ઓનલાઈન વિડીયો કોર્ષ શરૂ કરવાના અનુસંધાને વેબ સંકુલ ગાંધીનગરના માધ્યમથી ફ્રી મેગા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા,  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વેબસંકુલના ડિરેક્ટર વિકાસ ભારતીય વગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.