Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જુનાગઢમાં, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, સી.આર.પાટીલ ભાવનગરમાં યુવા ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટમાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો ગુજરાતનો ગઢ ફતેહ કરવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આજે ભાજપ અને આહ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામા છે. ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ક્ધઝયુમર અફેર્સ, ફુડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એનડ ટેકસટાઇમ મંત્રી પિયુષ ગોયલ આજે જુનાગઢ જીલ્લાના પ્રવાસે છે. તેઓના હસ્તેના પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવશે. બપોરે તેઓ જીલ્લા પંચાયત ભવનના સોલાર પ્રોજેકટનું નિરીક્ષણ કરશે. અધિકારીઓ સાથે બેઠક કરી પત્રકાર પરિષદને સંબોધશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં તેઓએ ડોર ટુ ડોર ગેરેન્ટી કાર્ડ આપવાના અભિયાનનો આરંભ કરાયો હતો. તેઓ આજે સુરેન્દ્રનગરની પણ મુલાકાત લેશે અને ત્યાં સરપંચ અને વેપારીઓ સાથે સંવાદ કરશે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ માટે ભાવનગર જીલ્લાની મુલાકાતે છે. તેઓ રોડ શો સંતો અને શહેરના શ્રેષ્ઠીઓ સાથે બેઠક યોજશે. આજે રાજકોટમાં યુવા ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક છે જેમાં ભાગ લેવા ભાજપના યુવા મોરચાના અઘ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટમાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.