Abtak Media Google News

જિલ્લામાં શેરો પોઝિટિવ ઇલનેશ શિષ્યવૃતિ યોજના

હેઠળ 270 લાભાર્થીઓને 9.33 લાખની સહાય

શેરો પોઝીટીવ ઇલનેશ શિષ્યવૃતિ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને મદદ મળી રહી છે. આ યોજનાની માહિતી જરૂરિયાતમંદ લોકોમાં ઓછી હોવાને કારણે હજુ ઘણાં લોકો આવાં મળતાં લાભોથી વંચિત રહેવા પામેલ છે.

રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી    ગૌસ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ 270 જેટલાં લાભાર્થીઓને જિલ્લામાં ઇંઈંટ ના કારણે અનાથ બનેલા છાત્રોને 9.33 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. હજુ આ યોજનાથી વંચિત લોકો અમારો સંપર્ક કરશેતો વધુમાં વધુ લોકોને અમો આ યોજનાનો લાભ અપાવશું. આ માટે લાભાર્થીને જોઈતા આધાર પુરાવા મંગાવી વહીવટી પ્રક્રિયા કરવામાં અમો સહકાર આપશું. આ યોજનાની પાત્રતા જોઈએ તો, આ યોજનાનો લાભ શેરો પોઝીટીવ ઇલનેશના કારણે અનાથ, નિરાધાર થયેલ બાળકોને મળવા પાત્ર છે. બાળક અથવા તેના માતા કે પિતા અથવા બન્ને શેરો પોઝીટીવ ઇલનેશના કિસ્સામાં આ લાભ મળવા પાત્ર છે.અરજી સાથે રજુ કરવાના થતા કાગળોમાં, શેરો પોઝીટીવ ઇલનેશથી પીડાતા હોવાનું સિવિલ હોસ્પિટલ કે ગુજરાત એઇડસ કંટ્રોલ સોસાયટીનું પ્રમાણપત્ર, બાળકના જન્મ તારીખનો દાખલો. (લિવિંગ સર્ટિફિકેટ) બાળકોનો ચાલુ અભ્યાસનો દાખલો (બોનાફાઇડ) બાળકની બેંક પાસબુકની નકલ, બાળકનું આધારકાર્ડ, બાળકોના વાલીનું આધારકાર્ડ, ચુંટણીકાર્ડની નકલ, બાળક હોસ્ટેલમાં રહેતું હોય તો હોસ્ટેલમાં રહેવા અંગેનું પ્રમાણપત્ર. બાળકે છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટની નકલ, અરજી ફોર્મ જે-તે જિલ્લાની સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીએથી વિના મુલ્યે મળશે.

યોજના હેઠળ મળવા પાત્ર લાભ જોઈએ તો, ધોરણ 1 થી 5 સુધીના છાત્રોને રૂ 500 (માસિક રૂ.50 લેખે દસ માસ માટે) સ્કૂલ યુનિફોર્મના ખર્ચ પેટે રૂ.1500/- વાર્ષિક ઉચ્ચક. ધોરણ 6 થી 10 સુધીના છાત્રોને, રૂ. 1000/- (માસિક રૂ.100 લેખે દસ માસ માટે) સ્કૂલ યુનિફોર્મના ખર્ચ પેટે રૂ.1500/- વાર્ષિક ઉચ્ચક. હાયર સેક્ધડરી ધોરણ 11 અને 12 ડે સ્કોલર માટેના છાત્રોને, રૂ.4000(ફી અને પુસ્તકો માટે માસિક રૂ.400 પ્રમાણે દસ માસ માટે) તથા હોસ્ટેલર માટે, રૂ.10,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂ. 400/ પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.600/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ ઇસ માસ માટે) તથા બી.એ., બી.કોમ.,બી. એસ.સી. અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમના ડે સ્કોલર છાત્રો માટે રૂ.6,000 (ફી અને પુસ્તકો માટે માસિક રૂ.600 પ્રમાણે દસ માસ માટે અને હોસ્ટેલર માટે રૂ.12,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂ. 600 પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.600 ભોજન તથા હોસ્ટેલ ચાર્ઝીસ દસ માસ માટે) તથા તબીબી અને આર્યુવેદિક તથા  હોમિયોપેથિક અભ્યાસક્રમમાં ડિગ્રી  કોર્સ જેવા કે બી.એડ, બી.ઇ, બી.ટેક, એલ.એલ.બી, એમ.બી.એ. તથા સમકક્ષ અભ્યાસક્રમ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમના ડે સ્કોલર માટે, રૂ.10,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂ.1,000/- પ્રમાણે દસ માસ માટે) અને હોસ્ટેલર માટે, રૂ.16,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂ. 1,000/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ. 600 ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ માટે દસ માસ માટે) તથા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો જેવા કે એમ.એસ.સી., એમ.ફિલ., એલ.એલ.એમ., એમએડ વિગેરે ડે સ્કોલર માટે, રૂ.10,000/-(ફી અને પુસ્તકો માટે માસિક રૂ.1,000/- પ્રમાણે દસ માસ માટે) અને હોસ્ટેલર માટે, રૂ.16,000/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂ.1,000/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ. 600/- ભોજન તથા હોસ્ટેલ ચર્જિસ માટે દસ માસ માટે) મળવા પાત્ર છે. યોજનાનો લાભ લેવા માટે જે-તે જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાં જણાવાયું છે.

 

Img 20220908 191634 1

વધુમાં વધુ લાભાર્થીઓને સહાય આપવા અમારો અભિગમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામી

રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ 270 જેટલાં લાભાર્થીઓને જિલ્લામાં ઇંઈંટ ના કારણે અનાથ બનેલા છાત્રોને 9.33 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. હજુ આ યોજનાથી વંચિત લોકો અમારો સંપર્ક કરશેતો વધુમાં વધુ લોકોને અમો આ યોજનાનો લાભ અપાવશું. આ માટે લાભાર્થીને જોઈતા આધાર પુરાવા મંગાવી વહીવટી પ્રક્રિયા કરવામાં અમો સહકાર આપશું.

Img 20220909 Wa0011

અનાથ બનેલા બાળકોની સારસંભાળ જરૂરી:જગદીશ પટેલ

રાજકોટ ડિસ્ટ્રીકટ નેટવર્ક ઓફ પોઝીટીવ પીપલ સંસ્થાના જગદિશ પટેલે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જેમના મા બાપ વાલી ઇંઈંટ ના કારણે મૃત્યુ અથવા ભોગ બનેલા છે અને આના કારણે અનાથ બનેલા બાળકોની સર સંભાળ જરૂરી છે.આવા સંતાનોની ભણવા રહેવા જમવા સહિતની સુવિધાઓ આપવી જરૂરી છે. આ કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે તે સરાહનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.