Abtak Media Google News
  • રાજ્યના એટીએસ દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી, મુઝફર નગર અને પંજાબ બાદ કલકતામાં ડ્રગ્સ અને કરી કાબિલે દાદ કામગીરી
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ડ્રગ્સ પકડવા બદલ પાઠવી શુભેચ્છા
  • સુરત ક્રાઈમ બ્રાન્ચે એસીપી બી.પી.રોજીયાની બાતમીના આધારે દરોડો પાડયો

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ એટલે કે ગુજરાત એટીએસે ડ્રગ્સ સામેની ઝુંબેશને હવે રાષ્ટ્ર વ્યાપી બનાવી છે જેમાં ટીમે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ સાથે મળી ડ્રગ્સ પકડવામાં એક મહત્વની સફળતા મેળવી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે કોલકાતા પોર્ટ પર દુબઈથી આવેલા એક ક્ધટેનરમાં 35 ઊંૠ ડ્રગ્સ છુપાયેલું હતું. જેની બજાર કિંમત અંદાજે રૂ. 200 કરોડ છે, જે બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈ એ કોલકાતાના પોર્ટ પર રેડ કરીને ડ્રગ્સ ઝડપી લીધું છે. આ ડ્રગ્સ 12 જેટલા ગિયરના બોક્સમાં છુપાવવામાં આવ્યું હતું. હાલ આ ડ્રગ્સ ના જથ્થાને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ ગુજરાત પોલીસ અને ડીઆરઆઈએ કોલકાતાના પોર્ટ પરથી સ્ક્રેપની અંદર લવાયેલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી ક્ધટેનરમાં સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે એસીપી બી.પી.રોજીયાની બાતમીના આધારે ગુજરાત એટીએસને ડીઆરઆઈ સાથે મળીને ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી સ્ક્રેપમાં આવેલા એક ક્ધટેનરમાં તપાસ કરતા તેમાં ગિયર બોક્સ માંથી અંદર ડ્રગ્સ છુપાયેલું મળી આવ્યું હતું

ગુજરાત અઝજએ આ ક્ધટેનરની રેડ કરતાં ત્યાં 35 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ જેટલી કિંમત થાય છે. ફેબ્રુઆરી મહિનામાં આવેલા ડ્રગ્સને ગિયર બોક્સમાં સંતાડવામાં આવ્યું હતું. ઓલ્ડ એન્ડ યૂઝ 36 ગિયર બોક્સ પૈકી 12 બોક્સમાંથી ખોલીને તપાસ કરતા પ્લાસ્ટિકમાં પેકમાં છુપાવવામાં આવ્યું હતું કુલ 72 પેકેટમાંથી 39.565 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.200 કરોડ આંકવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈને મળેલી સફળતા બાદ અન્ય કનેક્શન પણ સામે આવે તેવી શક્યતા હાલ જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.