Abtak Media Google News

નવરાત્રી આવે એટલે દેશ વિદેશમાં રહેતા કચ્છી માળુંઓ તો વતને આવે જ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો પગપાળા ચાલી માતાના મઢ દર્શન કરવા આવે છે, તો બહારના અનેક રાજ્યોમાંથી પણ લોકો એક મહિના સુધી પગપાળા ચાલી દેશદેવી માં આશાપુરાના દર્શન કરી પોતાની માનતા પૂરી કરે છે. નવરાત્રિને હાલ એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે માતાના મઢ પાસે ઉભરાતી ગટર છેલ્લા અનેક વર્ષોથી લોકોના માથાનો દુખાવો બની છે.

Screenshot 3 11

સમગ્ર વર્ષ દરમ્યાન દર પૂનમે અહીં દર્શનાર્થે આવતા લોકો પણ સતત ઉભરાતી ગટરથી પરેશાન થયા છે. સરપંચના જણાવ્યા મુજબ 2500 લોકોની વસતીને ધ્યાને રાખીને બનેલી ગટર વ્યવસ્થા સામે અનેક દિવસોમાં 25 હજાર લોકો અહીં દર્શનાર્થે આવે છે. તેવામાં અહીં સ્થપાયેલી હોટલો અને ધર્મશાળાઓમાંથી નીકળતા પાણી સામે અહીંની ગટર લાઇનો નાની પડી રહી છે.

Screenshot 1 16

સરપંચ જણાવે છે કે છેલ્લા સાત વર્ષથી ગટર લાઇનનો આ પ્રશ્ન સતત એક મોટી સમસ્યા બનીને ઊભી રહી છે  અનેક પ્રયાસો બાદ એક વર્ષ પહેલાં જી.એમ.ડી.સી. દ્વારા રૂ. 40 લાખની રકમ ફાળવવામાં આવી હતી. પરંતુ કોઈ સરકારી તંત્ર આ કામ ઉપાડવા તૈયાર હતો નહીં. જિલ્લા કલેકટરને રજૂઆત કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીને સૂચન આપતા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ આ કામગીરી ઉપાડી હતી.

Screenshot 4 8

મે મહિનાના અંતમાં જિલ્લા પંચાયતના આર. એન્ડ બી. વિભાગે આ કામની શરૂઆત કરી હતી. પરંતુ બે મહિના સતત વરસાદ હોવાથી કામ પૂરો થઈ શક્યું નથી. ત્યારે હવે નવરાત્રિને માત્ર 20 દિવસ બાકી છે અને ગામમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા તંત્રને આ મહિનાની 15 તારીખ સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. જો ત્યાં સુધી ગટર સમસ્યાનું નિવારણ નહીં આવે તો તંત્રની જવાબદારી ખોદાયેલા ખાડા પૂરી નાખવાની ચીમકી સરપંચે ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.