Abtak Media Google News

આ વરસે મેઘરાજા એ મન મૂકીને મહેર કરતાં રાપર તાલુકામાં રણકાંઠામાં પાણીની આવક છે. ભરપુર માત્રામાં પાણી મળી જતાં સમુદ્ર જેવો માહોલ સર્જાઈ ગયો હતો તદુપરાંત પાકિસ્તાનમાં પણ ભારે વરસાદ પડવાના લીધે કચ્છના રણ વિસ્તારમાં પાણીની આવક થતાં કચ્છમાં શિયાળો ગાળવા માટે આવતા સાયબરીન પક્ષી એટલે કચ્છ જા રાજાની લાખેણા મહેમાન એટલે ફલેમિંગો અને પેલેકિન સહિતના યાયાવર પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.

ખડીરના રણકાંઠા ઉપરાંત રાપર તાલુકાના રણકાંઠામાં લાખોની સંખ્યામાં ફલેમિંગો જોવા મળ્યા છે. કચ્છમાં શિયાળો ગાળવા માટે અને પ્રજજન કરી માળા બનાવીને ઈંડાં સેવી બચ્ચાનો ઉછેર કરી કચ્છમાંથી શિયાળાના અંતમાં ઉડાન ભરી છે.

Screenshot 6 6

આ વિદેશી યાયાવર પક્ષીઓની સુરક્ષા માટે કચ્છના વન સંરક્ષક વી. જે. રાણા, પૂર્વ કચ્છના મદદનીશ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયા, રાપર આરએફઓ ચેતન પટેલ, વન પાલ મોહનભાઇ ઠાકોર, નરેશ ડોડીયા સહિતના કર્મચારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે લાખોની સંખ્યામાં ફલેમિંગો સહિતના યાયાવર પક્ષીઓના કલરવ થી રણ વિસ્તાર ગુંજી ઉઠયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.