Abtak Media Google News

અગાઉની સરકારમાં જેમણે ભ્રષ્ટાચાર કર્યો હતો તેમની પાસેથી તમામ નાણાં વસૂલવામાં આવશે અને તે પૈસાને જનતા માટે ખર્ચવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત ઘણાં બધાં કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બીજા દિવસે 12 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલજી એ ઓટો રિક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમને ખાતરી આપી હતી કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.

આ બાદ અરવિંદ કેજરીવાલજી વેપારીઓ સાથે જાહેર સંવાદ કરવા પહોંચ્યા. અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ સાથે વાતચીત કરી, તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું. આ પછી અરવિંદ કેજરીવાલજી અમદાવાદમાં વકીલો સાથેના સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી એક ઓટો ડ્રાઈવરના ઘરે રાત્રી ભોજન માટે ગયા હતા. ત્યારપછી બીજા દિવસે અરવિંદ કેજરીવાલજીએ મીડિયાની સામે બીજી એક મહત્વની ગેરંટી જાહેર કરી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ મહત્વની ગેરંટીની જાહેર કરતા જણાવ્યું કહ્યું કે, હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં ફરું છું, લોકોને મળું છું, મેં ઘણા ટાઉન હોલ પ્રોગ્રામ કર્યા છે, વકીલોને મળ્યો, વેપારીઓને મળ્યો, ઉદ્યોગપતિઓને મળ્યો, ખેડૂતોને મળ્યો, રીક્ષા ચાલકોને મળ્યો, આ બધાએ એવું જ કહ્યું કે ગુજરાતમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે જેની કોઈ સીમા નથી. કોઈપણ કામ કરવું હોય તો સરકારી કચેરીઓમાં પૈસા આપવા પડે છે. નીચલા સ્તરે પણ ભ્રષ્ટાચાર છે અને ઉચ્ચ સ્તરે પણ મોટા કૌભાંડો થાય છે. જો કોઈ તેમની વિરુદ્ધ બોલે છે તો આ લોકો તેમને ડરાવવા પહોંચી જાય છે. જો કોઈ વેપારી અવાજ ઉઠાવે તો દરોડા પાડી તેનો ધંધો બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી છે. ચારેબાજુ આ લોકોએ લોકોને એટલી હદે ડરાવી દીધા છે કે તેની કોઈ સીમા નથી.તેથી આજે અમે ગેરંટી આપીએ છીએ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે ગુજરાતમાં ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું. હું આમાં પાંચ મુદ્દાનો ઉલ્લેખ કરવા માંગુ છું.

  • ગુજરાતના 6 કરોડ લોકો નક્કી કરશે કે તેઓ શું ઈચ્છે છે

ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે? જેના જવાબમાં અરવિંદ કેજરીવાલજી એ કહ્યું કે, ગુજરાતના 6 કરોડ લોકો નક્કી કરશે કે તેઓ શું ઈચ્છે છે. આજે તેમની સરકાર કેન્દ્રમાંથી એટલે કે દિલ્હીથી ચાલે છે, તેઓ દરરોજ મુખ્યમંત્રી બદલે છે. તેમની પાસે લાયક મુખ્યમંત્રી બનાવવા માટે કોઈ માણસ નથી. અમે આવી રીતે સરકાર નહીં ચલાવીએ, ગુજરાતની જનતા જે કહેશે તે રીતે કામ કરીશું. અમારી સરકારનો કોઈ મંત્રી જનતાની વિરુદ્ધ કામ કરશે નહીં. જનતા મારા પર વિશ્વાસ રાખે છે કે કેજરીવાલ બોલી રહ્યો છે તો થશે. તેથી અમે જે ગેરંટી આપી રહ્યા છીએ તેમાં મારી ગેરંટી છે કે અમે જે વચનો આપ્યા છે તે પૂરાં થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.