Abtak Media Google News

કેળવણીકાર પેથલજી ચાવડાની જન્મ જયંતિએ જવાહર ચાવડાની જાહેરાત

જૂનાગઢમાં રૂ. 400 કરોડના ખર્ચે 125 એકરમાં ડો. સુભાષ યુનિવર્સિટીનું નવું કેમ્પસ બનશે. તેવી જુનાગઢના કેળવણીકાર પેથલજીભાઈ ચાવડાની 93 મી જન્મ જયંતીએ જવાહર ચાવડાએ જાહેરાત કરી હતી.

જૂનાગઢના અગ્રણી કેળવણીકાર પેથલજીભાઈ ચાવડાની 93 મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ડો. સુભાષ એકેડેમીના કેમ્પસ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જવાહરભાઈ ચાવડાએ જાહેરાત કરી હતી કે, જૂનાગઢમાં એક અધ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના યુનિવર્સિટી કેમ્પસનું નિર્માણ કરાશે. આ કેમ્પસમાં ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાતી આઇઆઇટી અને આઇઆઇએમ જેવી આધુનિક અને અધ્યતન સુવિધાઓથી સભર હશે. અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ વિષયોના શૈક્ષણિક ભવનોની સાથે વિદ્યાર્થીઓ માટે અધ્યતન રિસર્ચ સેન્ટર, ઇનકયુબેશન સેન્ટરની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇનડોર અને આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે.

ડોક્ટર સુભાષ યુનિ વિશે વિશેષ માહિતી આપતા જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી કેમ્પસ 125 એકર વિસ્તારમાં ફેલાયેલું હશે, તેમાં 12 હજાર વિદ્યાર્થીઓને રહેવાની અને 25 હજાર વિદ્યાર્થીઓને ભણી શકવાની અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. અને અંદાજે 400 કરોડના ખર્ચે આ યુનિવર્સિટી આકાર લેશે. આ વિશાળ કેમ્પસ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવશે. અને યુનિવર્સિટીના પ્રથમ તબક્કાનું કામ મે. 2025 સુધીમાં પૂર્ણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.