Abtak Media Google News

પાંચ વર્ષ સુધીના બાળકોનું શારિરીક પરિક્ષણ કરી પોષણમાસની કરી ઉજવણી

ગુજરાત સરકાર દ્વારા પોષણમાહની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ અર્બન આઈ.સી.ડી.એસ. ની કુલ 365 આંગણવાડીઓ ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના અર્બન આઈ.સી.ડી.એસ. વિભાગની તમામ આંગણવાડીઓ ખાતે  સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

તમામ આંગણવાડીઓના 6 માસથી 3 વર્ષના બાળકોના વજન, ઉંચાઈ માપી અને સેજા દીઠ-2 બાળકો તથા ઘટક દીઠ-6 બાળક પસંદ કરવામાં આવશે અને ઓછા વજન, ઉંચાઈવાળા બાળકોના વાલીઓ સાથે ‘રૂબરૂ પરામર્શ’ કર્વામાં આવશે. તેમજ વધુ ખોરાક અંગે માર્ગદર્શન આપવામાં આવશે. બાળકોમાં પોષણની ઉણપને લીધે વૃધ્ધી અટકી જવી, શરીર દુબળું રહેવું, જે બાબતોની આંગણવાડીઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં દરેક બાળ લાભાર્થીને ઉંમર પ્રમાણે પોષણક્ષમ ખોરાક કઈ રીતે આપવો તેની સમજુતી આપવામાં આવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના કુલ 365 કેન્દ્રો ખાતે કુલ 36010 6 માસથી 5 વર્ષના આંગણવાડીમાં લાભ લેતાં બાલકોના વજન અને ઉંચાઈ કરી અને પોષણમાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ સેજાના મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના ના અધિકારીશ્રી અને પ્રોગ્રામ ઓફીસરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવે છે.

આંગણવાડીમાં સોનેરી 1000 દિવસની સમજુતી અપાઇ

બાળકના જન્મથી લઈને અને વિકાસના અલગ-અલગ તબક્કાઓ દરમિયાન બાળકના જન્મથી લઈને તેના 1000 દિવસ ખુબ અગત્યના હોય છે. આ બાબત પોષણમાહ મારફત રજૂ કરવામાં આવે છે. પોષણ અને વિકાસ માટે જીવનચક્રનો અભીગમ એ સૌથી સંવેદનશીલ તબક્કાઓમાંથી પસાર થાય છે. બાળકોની સારસંભાળ ખુબ અગત્યનું બને છે.  પોષણમાહ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી ખાતે સોનેરી 1000 દિવસની સમજુતી આપવામાં આવી જેમાં આંગણવાડી કેન્દ્રો ખાતે કુલ 3683 સગર્ભા બહેનોએ તેમજ ધાત્રીમાતાઓ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. બાળકના પોષણ માટે સોનેરી 1000 દિવસ દરમિયાન બાળકને સ્તનપાન, સ્તનપાનનો સમય અને દિવસ દરમિયાન કેટલી વખત સ્તનપાન કરાવવામાં આવે તે બાબતની સમજૂતી આપવામાં આવેલ હતી. સ્તનપાન કરાવતી માતાઓને જરૂરી લેવો પડતો ખોરાક, કંદમૂળ, ફુટ, દુધ વગેરે જેવી બાબતોની વિસ્તૃત સમજૂતીઓ આપવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.