Abtak Media Google News
  • 20 લાખની કરચોરીની સાથે ડુપ્લીકેટ બિલિંગનો પણ થયો ઘટસ્ફોટ: જીએસટીના દરમા વિસંગતા હોવાથી ચોરીનું પ્રમાણ વધ્યું
  • પ્લાસ્ટિક ઉધોગ સાથે સંકળાયેલા ઉધોગકારોમાં ફફડાટ: જીએસટી કાઉન્સીલને પ્લાસ્ટિકમાં લાગુ વિવિધ દરને સમાન કરવા માંગ

હાલ સમગ્ર ભારત દેશમાં કરચોદી કરતા ઉદ્યોગકારો અને વ્યાપારીઓ ઉપર આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ આખરી થવાય બોલાવી રહ્યું છે ત્યારે ધોરાજી ખાતે આવેલી ગંગોત્રી પોલીમર્સ ઉપર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 20 લાખ રૂપિયાની ઘર ચોરી પકડી હોવાનું પણ સામે આવ્યું છે. પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપર જીએસટીના દરોડા પડતા જ અન્ય વ્યાપારીઓમાં ડર વ્યાપી ગયો હતો અને આવનારા સમયમાં પણ આ પ્રકારની અનેક રેડ થાય તો નવાઈ નહીં.

માત્ર પ્લાસ્ટિક ઉદ્યોગો જ નહીં પરંતુ અન્ય ઉદ્યોગોમાં પણ હાલ કરચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને બોગસ બીલિંગ પણ એટલા જ વધુ જોવા મળી રહ્યા છે ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ અને ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અને જે રીતે કરચોરીનું પ્રમાણ અને બોગસ બીલિંગનું પ્રમાણ વધી રહ્યું છે તેને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા તખતો પણ તૈયાર કરવામાં આવેલો છે.

એવી જ રીતે હાલ જે રીતે જીએસટીના દરમાં વિસંગતતાઓ જોવા મળી રહી છે તેને ધ્યાને લઇ આવનારા સમયમાં સરકાર જો એક યોગ્ય દર નિર્ધારિત કરે તો પણ જીએસટી માં જે રીતે બોગસ બીલિંગના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને જે કરચોરી સામે આવી રહી છે તેનું પ્રમાણ પણ ખરાખરા અંશે ઘટશે. એસટી દરમાં વિસંગતતા હોવાના કારણે જ જીએસટી અને આવકવેરા વિભાગ માં કરચોરીનું પ્રમાણ વધી રહ્યું છે જેને સરકારે ગંભીરતાથી જ્ઞાને લેવું એટલું જ અનિવાર્ય છે.

જીએસટી ના દરમાં ફેરબદલ હોવાના કારણે ડુપ્લીકેટ બિલિંગ નું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે જેને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. વિવિધ ઉદ્યોગોએ આ અંગે જીએસટી કાઉન્સિલને રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ આવી શક્યો નથી. માનવીના ઉપયોગની વિવિધ પ્લાસ્ટિકની ચીજો પર નક્કી કરાયેલા જીએસટીના દરોની વિસંગતતાઓને દૂર કરવા માટે સરકારને અનુરોધ કર્યો છે. અમુક પ્લાસ્ટિકનાં ઉત્પાદનો પરથી ઊંચો જીએસટી દર હટાવવાની માંગણી પ્લાસ્ટિક ઉદ્યોગ કરી રહ્યો છે. પ્લાસ્ટિક ઉદ્યોગ પર એકંદર ઊંચો કરબોજવધારો ગરીબ અને મધ્યમ વર્ગને અસર કરશે અને અર્થવ્યવસ્થા પર મોંઘવારીનું દબાણ વધારશે.

પ્લાસ્ટિકના ઉત્પાદનો પર જીએસટી દર લાગુ કરવા સમયે ઘણાં બધાં ઉત્પાદનો જીએસટી કાઉન્સિલના ધ્યાન બહાર રહી ગયા હોય તેવું જણાય છે. અમુક પ્લાસ્ટિકનાં ઉત્પાદનોમાં કરમાળખું 12 ટકાથી નીચે રખાયું છે ત્યારે મોટા ભાગની પ્લાસ્ટિકની ચીજોને 18 ટકાના કરમાળખામાં રાખવામાં આવી છે.હાલમાં પ્લાસ્ટિક ઉદ્યોગ 10 ટકાથી વધુ વાર્ષિક સરેરાશ વૃદ્ધિના દરે વૃદ્ધિ પામી રહ્યો છે અને જીડીપીની વૃદ્ધિમાં તેનું નોંધનીય યોગદાન છે. ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા તરીકે પ્લાસ્ટઇન્ડિયા ફાઉન્ડેશન માને છે કે જીએસટીથી એસએમઇને સૌથી વધુ અસર થવાની શક્તયા છે. આવનારા દિવસોમાં આ પ્રકારની કરચોરી ન થાય તે માટે જીએસટી કાઉન્સિલે ગંભીરતાપૂર્વક જીએસટીના દરને નિયંત્રણમાં રાખવા માટે મહેનત કરવી પડશે અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા માંધાતાઓ સાથે વિચાર વિમર્શ કરવો એટલો જ અનિવાર્ય બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.