Abtak Media Google News

રાજકોટના બ્રોકરની ઓફિસે સેબીના દરોડા પડ્યા છે. સટ્ટાની મદદથી શેરના ભાવો ઉચકાવવામાં આવતા હોવાની શંકાના આધારે એકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સટ્ટાની મદદથી શેરના ભાવો ઉચકાવવામાં આવતા હોવાની શંકાના આધારે એકની પૂછપરછ

ગુજરાતમાં બે મોટા ઓપરેટરને ત્યાં સેબીના દરોડા પડ્યા છે. જેમાં શેરબજારમાં ટિપ્સના નામે ચલતા સટ્ટાને લઇ તપાસ શરૂ થઇ છે. ત્યારે રાજકોટમાંથી એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હર્ષ રાવલ નામના શખ્સની અટકાયત કરાતા હવે ખુલાસા થશે.

નક્કી કરેલી કંપની શેયર ખરીદી-વેચાણ કરતા હતા. જેમાં 10 રૂપિયાના શેરને 100 રૂપિયા સુધી લઇ જવાનો સટ્ટો હતો. જેમાં અલગ-અલગ 100 સ્થળો પર સેબીના દરોડા છે. તેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં દરોડા પડતા અન્ય રાજ્યોમાં પણ પડઘા પડ્યા છે. શેરબજરમાં ટિપ્સના નામે ચાલતા સટ્ટા મામલે તપાસને લઈ દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં સુરત, અમદાવાદ, વડોદરા, અને રાજકોટના 100 જેટલા સ્થળે સર્વે ચાલુ હોવાનું સામે આવ્યું છે

10 રૂપિયાનો શેર 100 રૂપિયા સુધી લઈ જવાના સટ્ટાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટમાંથી એક વ્યક્તિની અટકાય કરાઇ છે. સનફ્લાર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં નક્કી કરેલી કંપનીના શેરની ખરીદી કરતા અને વહેંચણ કરતા હોવાનું સામે આવ્યું છે. જંગલેશ્વરમાં રહેતા વ્યક્તિના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી જંગલેશ્વરના યુવકની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.