Abtak Media Google News

મોરબી જિલ્લા કક્ષાનો રોજગારપત્ર અને એપ્રેન્ટીસ પત્ર સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને  યોજાયો

અબતક, ઋષિ મહેતા

મોરબી

મોરબી જિલ્લા કક્ષાનો રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.ધી વી.સી.ટેક્નિકલ હાઈસ્કુલ,મોરબી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એપ્રિલ-2022 થી ઓગષ્ટ-2022 દરમિયાન રોજગાર કચેરી દ્વારા યોજાયેલ ભરતીમેળા દ્વારા થયેલ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજનાના પ્લેસમેન્ટ, કોલેજમાં થયેલ ભરતી મેળા તેમજ અન્ય માધ્યમના પ્લેસમેન્ટ મળી કુલ 2010 ઉમેદવારોને રોજગારપત્રો તેમજ એપ્રેન્ટીસ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી આપવા બાબતે ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે. રાજયમાં છેલ્લા પ વર્ષમાં એટલે કે વર્ષ-2017-2018 થી 2021-2ર દરમ્યાન ગુજરાતમાં 1પ,77,068 યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે.

તે પૈકી 6407 ભરતીમેળાના આયોજન થકી 8,70,ર6ર યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. વર્ષ 2022-23 દરમ્યાન રોજગાર કચેરીઓ દ્વારા 1,29,036 યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. તે પૈકી 84,654 યુવાનોને 930 ભરતીમેળાના આયોજન થકી રોજગારી આપવામાં આવેલ છે. આ રોજગાર/એપ્રેન્ટીસ પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, અગ્રણી અરવિંદભાઈ વાંસદડિયા સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ નોકરી મેળવેલ 423 લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સ્ટેજ પરથી પ્રતિકાત્મક સ્વરૂપે 25 ઉમેદવારોને મહાનુભાવોના વરદ હસ્તે રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.