Abtak Media Google News

અબતક,

સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

વઢવાણના વસ્તડી ગામે રાજપૂત સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમાન ભવાનીધામ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.ત્યારે અહીં દશેરા નિમિતે 25 હજારથી વધુ લોકો એક સાથે શસ્ત્ર પુજનનું આયોજન કરાયુ છે.જ્યાં રાજ્યના 24 કિલ્લાના 123 તાલુકામાંથી 10,655 ગામના 25 હજારથી વધુ પ્રતિનિધીઓ જોડાઇ પુજન કર્યુ હતુ.

દશેરા પર્વ નિમિતે શસ્ત્ર પુજનનું મહાત્મ્ય છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જુદાજુદા સ્થળોએ શસ્ત્ર પુજનનું આયોજન થયુ હતુ. છે.સમસ્ત રાજપૂત સમાજને એક તાંતણે બાંધવાના અભિગમ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે અનોખુ આયોજન કરાયુ હતુ.જ્યાં નિર્માણ પામનાર ભવાનીધામની પાવન જગ્યાના સાનિધ્યમાં  બુધવારે સાંજે રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સમસ્ત રાજપૂત  સમાજના 24 જિલ્લાના 123 તાલુકાના 10,655 ગામોના પ્રતિનિધીઓ આવશે અને 25 હજારથી વધુ લોકો એક જ સમયે એક સાથે એક સ્થળ પર શસ્ત્ર પુજન કરી નવો ઇતિહાસ રચ્યો હતો.

આ માટે નેશનલ હાઇવે-8 પર સાયલાથી લીંબડી વચ્ચે હોટલ નજીક 32 એકર જગ્યાએ વિશાળ પાર્કિગની વ્યવસ્થા સાથે તૈયારીઓને 20 દિવસથી 2100 સ્વયંસેવકોની કામે લાગી હતી.આ કાર્યક્રમના જેના અધ્યક્ષ સ્થાને પુર્વ રાજ્યપાલ કર્ણાટક વજુભાઇ વાળા, પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ રહેી જણાવ્યુ હતુ કે આ પ્રસંગે જોરાવરસિંહ જાદવનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતુ.

શોર્ય સંગીત સાથે રાજપૂતોનો ગૌરવવંતા ઇતિહાસની ગાથાઓ ગવાઇ દશેરા પર્વ નિમિતે આયોજીત કાર્યક્રમમાં પ્રસિધ્ધકલાકાર રાજભા ગઢવીએ દેશના રજવાડા અને રાજપૂતોના ગૌરવવંતા ઇતિહાસ રજૂ કર્યા હતા.મુગલો અને અંગ્રેજોની ગુલામી વખતે રાજપૂતોએ રાષ્ટ્રધર્મની રખેવાળી કરવા કેસરીયા કર્યાના અનેક ઉદાહરણ આપી દેશ, ગાયો અને બહેનોની રક્ષા કાજે થયેલા શહિદોને યાદ કરાયા હતા.જ્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખેલા ઇતિહાસના પુસ્તકોમાં રાજપૂતોના શોર્ય ગાથાઓ ગવાઇ હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો અનિરુદ્ધસિંહ પઢીયાર વિક્રમસિંહ પરમાર અજીતસિંહ મહેશભાઈ રાઠોડ મહિપત સિંહ ચોહાન અસવાર દશરથ સિંહ ઘનશ્યામ સિહં મસાણી વગેરે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે ઉલ્લેખની એ છે કે સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજ એકત્રિત થયો હતો અને એક સાથે 25000 થી વધુ યુવકોએ શસ્ત્રનું પૂજન કર્યું હતું ત્યારે આ પ્રસંગે ખાસ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.