Abtak Media Google News

આપધાત કરી લેનાર એટીએમ લોડરે આપેલી ચાવી અને પાસવર્ડના આધારે બેલડીએ ચોરી કર્યાની કબુલાત

રાજકોટ એસ.ઓ.જી.એ બે શખ્સને દબોચી રૂ.3.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો

અબતક, રાજકોટ,

Advertisement

જસદણ શહેરમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં એક માસ પૂર્વે રૂ.17.33 લાખની ચોરીનો રાજકોટ એસઓજીએ ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી એટીએમના લોડરે ચાવી અને પાસવર્ડ આપ્યાની કબુલાત આપી છે. આ ચોરીના બનાવમાં પોલીસે એટીએમના લોડરની પુછપરછ કરતા જેમાં તેણે આપઘાત કરી લીધો હતો.વધુ વિગત મુજબ જસદણના ખાનપર રોડ આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં ગત તા.6/9 ના રોજ રૂ.17.33 લાખની ચોરી અંગેની બેંકના સત્તાવાળાએ ફરીયાદ નોંધાવી હતી. જે ગુનાની તપાસમાં એટીએમમાં થયેલી ચોરીમાં કોઈ જાણ ભેદુ હોવાનુ બહાર આવતા પોલીસે બેંક ઓફ બરોડાના એટીએમ લોડર જયપુરી અતુલપુરી ગોસ્વામીની પુછપરછ કરતા જેમાં તેણે આપઘાત કરી લીધો હતો.

રાજકોટ શહેર એસઓજીના પી.આઈ. જે.ડી.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સોરઠીયાવાડી શેરી નં.1 માં રહેતો ધવલ ભરત સાકરીયા અને નીખીલ હસમુખ ત્રિવેદી નામના બન્ને શખ્સો જસદણ ખાતેના એટીએમ ચોરીમાં સંડોવાયેલા હોવાની મળેલી બાતમીના આધારે બન્ને શખ્સોએ ઉઠાવી લઈ પ્રાથમીક પુછપરછમાં તેણે એટીએમ લોડર જયપુર અતુલપુરી ગોસ્વામીએ એટીએમની ચાવી મેન્યુઅલી પાસવર્ડ આપ્યા હોય જેના આધારે રૂ.17.33 લાખની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બન્ને શખ્સો પાસેથી રૂ.2.41 લાખ, બે મોબાઈલ અને એકટીવા મળી રૂ.3.11 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ જસદણ પોલીસ મથકનો સ્ટાફ ચલાવી રહયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.