Abtak Media Google News

સુરતની પુણા અને સારોલી પોલીસ સ્ટેશનની ટીમે અઠવાડિયા પહેલા શહેરના ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી વધારે રૂ.1.60 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપતા ક્રાઈમ બ્રાંચે મુંબઈ નાલાસોપારાના વોન્ટેડ માતા-પુત્રને ઝડપી પાડી તપાસ તેજ કરવામાં આવી છે.

Screenshot 1 8

સુરત શહેરની પુણા અને સારોલી પોલીસે અઠવાડિયા પહેલા નિયોલ ચેક પોસ્ટ ખાતેથી અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદને દોઢ કિલોથી વધારે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. શહેરના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો 1.60 કરોડના ડ્રગ્સનો જથ્થો આરોપી પગપાળા આવીને ટ્રાવેલ્સ બેગમાં મુંબઈથી લાવતો હતો.પુણા પોલીસમાં ગુનો નોંધી તમામ પાસાની તલસ્પર્સી તપાસ કરવા અને સમગ્ર રેકેટને ઝડપી પાડવા તપાસ શહેર ક્રાઇમબ્રાંચને સોંપાઈ હતી. અફઝલના રિમાન્ડ મેળવી તેને સાથે રાખી મહારાષ્ટ્ર મુંબઈ નાલાસોપરા ખાતે તપાસ કરી હ્યુમન ઇન્ટેલીજનસ અને ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સનો જથ્થો પુરો પાડનાર હનુમાનનગર નાલાસોપારાના રહેવાસી વોન્ટેડ આરોપી સફાતખાન ઉર્ફે બલ્લુ ઉર્ફે નીહાલ ઉર્ફે નવાબ રહીશખાન અને કૌશર ઇમરાન ઉર્ફે ઇમા લીક અબ્દુલ શેખની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.