Abtak Media Google News

ઝીના માર્કેટકેપમાં એક જ દિવસમાં આઠ હજાર કરોડનો વધારો થયો

ઝી નેટવર્ક અને સોની વચ્ચે ઘણા સમયથી મળજર અંગેની વાતો ચાલતી હતી અને ઝીના શેર ધારકો  મર્જરને આવકારતા ન હતા. ત્યારે એન્યુલ જનરલ મિટિંગમાં ઝીના શેરધારકોએ સોની સાથેના મર્જરને આવકાર્યું. ત્યારે  આ મર્જર પછી બનેલી નવી કંપનીમાં સોનીનો હિસ્સો 52.93 ટકા હશે અને ઝીનો હિસ્સો 47.07 ટકા હશે. મર્જર થયેલા એકમના એમડી અને સીઇઓ તરીકે પુનિત ગોયેન્કા પોતાનો કાર્યભાર શુચારુ રૂપથી ચલાવશે. નવી કંપનીમાં સોની ઇન્ડિયાના પ્રમોટરો પાસે બોર્ડના બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર રહેશે. નવી કંપનીમાં મોટાભાગના ડિરેક્ટરોની નિમણૂક સોની દ્વારા કરવામાં આવશે.

ઝી અને સોની કંપની વચ્ચે થયેલા કરારના ભાગરૂપે ઝીના પ્રમોટર કુટુંબને ઝીમાં તેનો હાલનો 3.99 ટકા હિસ્સો નવા એકમમાં વધારીને 20 ટકા સુધી પણ લઈ જવા દેવાની છૂટ આપવામાં આવી છે. નવા મર્જર થતા જ નવી કંપનીનું માર્કેટકેપ 70,000 કરોડથી વધી જશે જે એક શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સુભાષચંદ્રા 2019થી ઝી માટે ખરીદદારોની શોધમાં હતા. સોની ત્રણ શોર્ટલિસ્ટેડ થયેલી કંપનીમાં એક હતી જેની સાથે તેમની મંત્રણા ચાલતી હતી. જો કે મૂલ્યના અંગે મતભેદના લીધે મંત્રણા નિષ્ફળ નીવડી હતી. છેવટે ચંદ્રાએ ઝીમાં તેનો 11 ટકા હિસ્સો ઇન્વેસ્કોને વેચી દીધો હતો.

આમ ઇન્વેસ્કો ઝીમાં 17.88 ટકા હિસ્સા સાથે સૌથી મોટી શેરધારક બની ગઈ હતી. મર્જરના સમાચારના પગલે ઝીનું માર્કેટ કેપ પણ અગાઉના દિવસના 24,650 કરોડથી વધીને 32,350 કરોડ થઈ ગયું હતું. આમ તેનું માર્કેટકેપ એક જ દિવસમાં આઠ હજાર કરોડ જેટલું વધ્યું હતું ત્યારે અનેક નવા આયામો કંપની સર કરે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.