Abtak Media Google News

ડો.  કેશવરાવ બલીરામ હેડગેવારે કહ્યું હતું કે, ” નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ” તે જ વાત *ભારતરત્ન ” ડો. અબ્દુલ કલામનો એક સંદેશો ઈન્ટરનેટ ઉપર દેશના લોકોને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે મૂકવામાં આવ્યો હતો, એ સંદેશાને જબરજસ્ત લોકપ્રિયતા મળી છે.*

ડોકટર કલામ  કહ્યા મુજબ તમો બીજા દેશોની વ્યવસ્થાનું પાલન કરી શકો અને તેને આદર આપો છો પરંતુ આપણા પોતાના દેશની વ્યવસ્થાનું આદર અને પાલન કરતા નથી.  જેવા તમે ભારતની ધરતી ઉપર પગ મૂકો છો કે તુરંત જ સીગરેટનું ઠુંઠુ હવામાં ઉડાડો છો – ફેંકો છો.  કાગળના ટૂકડાઓ ઉડાડી દો છો.  જો તમો બીજા દેશોમાં તમારી જાતને પ્રશંસનીય નાગરિક બનાવી શકો છો તો પછી તમો નાગરિક ભારત દેશમાં કેમ બની શકતા નથી?

Determination Is Power 10 Most Inspiring Quotes By Apj Abdul Kalam On His Birth Anniversary

ડોકટર કલામે આગળ મુંબઈ મહાનગરપાલિકાનો દાખલો આપીને જણાવ્યું કે,” લોકો પોતાના કુતરાને લઈ રસ્તા પર ફરવા નીકળે છે અને જયાં ત્યાં ગંદકી કરીને પાછા પહોંચી જાય છે અને ગંદકી માટે સત્તાવાળાઓનો દોષ કાઢે છે.  શું તેઓ એવી આશા રાખે છે કે, જયારે પણ તેઓ બહાર ફરવા નીકળે ત્યારે એક ઓફિસર તેમની પાછળ ઝાડુ લઈને ચાલે અને જયારે તેમનો કૂતરો સંડાસ કરે ત્યારે એક વાટકો તેની પાછળ લગાવે ?દ્વદ્વ રાષ્ટ્રપતિએ એવા ઉદાહરણો આપ્યા છે કે, અમેરિકા અને જાપાનમાં કુતરાએ કરેલું સંડાસ કુતરાના માલિકે પોતે સાફ કરવું પડે છે. ત્યારબાદ આવી વ્યવસ્થા માટે ડોકટર કલામે જણાવ્યું છે કે, આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને ત્યાં આગળ આપણી તમામ જવાબદારીઓ ખાલી કરીને આવી જઈએ છીએ.

આપણે આરામથી બેસીને એમ વિચારીએ છીએ કે, હવે આપણા નખરાંઓને સહન કરી લેવામાં આવશે અને સરકાર અમારૂં તમામ કામ કરશે અને આપણે જમીન પર પડેલા કાગળોના ટૂકડાઓને કચરાપેટીમાં નાંખવાની તકલીફ પણ ઉઠાવતા નથી.  રેલ્વે આપણને સાફ સુથરા બાથરૂમ આપશે પરંતુ તેને વ્યવસ્થિત કેમ વાપરવા તે પણ આપણે શીખશું નહિં ?  ડોકટર કલામે કહ્યું કે, હાલમાં આવા પ્રકારનું વલણ પ્રવર્તમાન છે.  આપણે ડ્રોઈંગરૂમમાં બેસીને ગળું ફાડી ફાડીને દહેજની વિરૂધ્ધ બૂમો પાડીએ છીએ પરંતુ આપણા પોતાના ઘરમાં તેનાથી વિપરીત કૃત્ય કરીએ છીએ અને બહાનું તો જુઓ, પુરી વ્યવસ્થા ખરાબ છે. જો હું મારા દીકરાના  લગ્નમાં દહેજ નહીં લઉ તો કયો મોટો ફરક પડવાનો છે ?

Apj Abdul Kalam Will Always Remain A Source Of Inspiration For Countrymen: Pm Modi On His Birth Anni- The New Indian Express

ભુતપૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના સંદેશોમાં પૂછ્યું કે, કોણ આ વ્યવસ્થા બદલશે?  આ વ્યવસ્થા કોની છે?  તમો સરળતાથી કહી દેશો કે અમારા પાડોશી, આજુબાજુના ઘરવાળા, બીજા શહેરો, અન્ય સમુદાયો અને સરકાર પરંતુ તેમાં આપનો અને મારો સમાવેશ બિલકુલ થતો નથી. જયારે કંઈ સા કરવાનો આપણો પ્રસંગ આવે છે તેવા વખતે આપણે આપણા કુટુંબને સુરક્ષિત કવચમાં મૂકી દઈએ છીએ. બીજા દેશો તરફ જોઈએ છીએ અને આશા રાખીએ છીએ કે, કોઈ મિસ્ટર કલીન આવશે જે પોતાના જાદુઈ હાથ વડે ચમત્કાર કરશે અને જો એવું બનશે નહિં તો આવા દેશ છોડીને ચાલી જશો.  એમણે કહ્યું, અમે આવા ડરથી અમેરિકા ભાગી જઈશું.  જો ઈંગ્લેન્ડમાં રોજગારી નહિ મળે તો આપણે ખાડીના દેશમાં ચાલી જશું.

જો ખાડીના દેશમાં યુધ્ધ છેડાઈ જાય તો આપણે કહીશું કે, ભારત સરકાર અમને બચાવીને ઘેર લઈ આવે.  આપણે દરેક દેશને ગાળ આપવા માટે તૈયાર છીએ.  પરંતુ ઘરની વ્યવસ્થામાં આપણે કોઈ હકારાત્મક વલણ અપનાવીને પોતાનું યોગદાન આપવા માટે વિચાર કરતા નથી. શું આપણે આપણા આત્માને પૈસાના હાથમાં ગીરવે મૂકી દીધો છે ?  ડોકટર કલામે નાગરિકોને દેશની વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવા માટે જોરપૂર્વક કહ્યું   હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.