Abtak Media Google News

જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ પર ચાલીને, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓનું કર્યું જાત નિરીક્ષણ

ગત બે વર્ષ કોરોના મહામારીના કારણે ગિરનાર પરિક્રમાનું આયોજન શક્ય બન્યું ન હતું. ત્યારે આ વર્ષે ફરી કારતક સુદ અગિયારસના એટલે કે તા.4-11-2022ની મધ્યરાત્રીથી પ્રારંભો થવા જઈ રહ્યો છે, અને તા. 8-11-2022ના રોજ પરિક્રમા પૂર્ણ થવાની છે. તથા ગરવા ગિરનારની પરિક્રમાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગિર અભયારણ્ય વિસ્તારમાં યોજાતી લીલી પરિક્રમાની તમામ પૂર્વ તૈયારીઓને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

Parikrama Nirixan 4

અબ તક સાથેની મુલાકાતમાં નાયબ વન સંરક્ષક અક્ષય જોશીના જણાવ્યા અનુસાર, પરિક્રમાથીઓની સુવિધાઓ માટે ગિરનાર પરિક્રમાના કુલ 36 કિ.મી.ના રૂટ ઉપર 16 જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારી ગણ સેવારત રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે.

મેન-એનિમલ કોનફ્લીક્ટ ટાળવા માટે ટ્રેક્ટર – રેસ્ક્યુ ટીમ 24 કલાક કાર્યરત રહેશે. આ માટે વન વિભાગના અન્ય ડિવિઝનમાંથી પણ સ્ટાફને પરિક્રમામાં ફરજ માટે બોલાવવામાં આવ્યો છે. તેમજ તેમને ફરજની સોંપણી પણ કરી દેવામાં આવી છે.

Parikrama Nirixan 6

યાત્રિકોની પરિક્રમા સુવિધાજનક રહે તે માટે ગિરનાર પરિક્રમાના કુલ 36 કિ.મી.ના રૂટનું જરૂરિયાત મુજબ મરામત કાર્ય પણ પૂર્ણ કરી દેવાયું છે. આ વન વિસ્તારમાં કચરાનો ઉપદ્રવ વધે ન તે માટે ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે.

આ સાથે વયોવૃદ્ધ પરિક્રમાથીઓની સુવિધા માટે ઈટવા ગેટ ખાતે વન વિભાગ દ્વારા એક ટેકણ લાકડીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર સાથે પાણી, વીજળી, શૌચાલય, મેડિકલ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સંકલન કરવામાં આવ્યું છે. તેમ નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ ઉમેર્યું હતું

Parikrama Nirixan 5

સાથોસાથ નાયબ વન સંરક્ષક  જોષીએ વન્ય સંપદા અને પ્રાણીઓને નુકસાન ન પહોંચે તે માટે પરિક્રમર્થીઓ નિર્ધારિત રૂટ બહાર ન જાય તે પણ એટલું જ આવશ્યક છે. તથા પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો.

આ સાથે જ કુદરતી જળ સ્ત્રોત દુષિત ન થાય તેની કાળજી લેવા અને પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સાધુ સંતો અને તંત્ર દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર પરિક્રમાર્થીઓ માટે પાણી, વીજળી, આરોગ્ય સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Parikrama Nirixan 2

પરિક્રમાર્થીઓ માટે તમામ સુવિધાઓ

ગરવા ગિરનારની પરિક્રમાના સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓનું અને પૂર્વ તૈયારીઓનું  નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સહિતના અધિકારીઓએ ઝીણા બાવાની મઢીથી બોરદેવી સુધીના શ્રદ્ધાળુઓ માટેના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને  પરિક્રમાના રૂટ પરની તમામ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. તથા ગિરનાર પરિક્રમાના બાકી અન્ય રૂટ પર મોટર માર્ગે વ્યવસ્થાઓ તપાસી હતી. ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારથી ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી, નળપાણીની ઘોડી, માળવેલા માળવેલાની ઘોડી, બોરદેવી અને પરિક્રમા પૂર્ણ થાય છે તે ભવનાથના દ્વાર સુધી તમામ અધિકારીઓએ ચાલીને તેમજ મોટર માર્ગે સમગ્ર રૂટનું નિરીક્ષણ અને જરૂરી વ્યવસ્થાઓની તપાસણી કરી હતી. અને અંતે પરિક્રમાથીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનાઓ સબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.