Abtak Media Google News

નવસારીની પરિણિતાને પરિવાર સાથે થયેલી માથાકૂટમાં ઘરેથી ભાગીને હોટલે ભર્યું પગલું

સેલવાસના ચાર રસ્તા નજીક આવેલ હોટલના ટેરેસ પરથી એક મહિલાએ કુદી આત્મહત્યા કરી લીધી હતી પ્રાપ્ત વિગત અનુસાર કૈલાસબેન રામચંદ્ર ગાંધી ઉ.વ.57રહેવાસી નવસારી જેઓ એમના ઘરમા કોઈક કારણસર ચકમક થતા ચાર દિવસથી સેલવાસની ચાર નજીક આવેલ ક્રિષ્ના હોટલમા આવીને રહેતી હતી જેઓએ સવારે કોઈક કારણસર હોટલના ટેરેસ પર જઈ નીચે કુદી પડી હતી.

જેના કારણે માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેના કારણે એનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ આ ઘટના અંગેની જાણ થતા પોલીસની ટીમ પોહચી હતી અને લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પીટલમા મોકલી આપવામા આવી આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.