Abtak Media Google News

ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને એક સપ્તાહ જેટલો સમય થી ગયો છે. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈ કાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલાં તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

જો કે મોડી રાત્રે જ જે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા. તેઓને ફોન કરીને જાણ કરી દેવામાં આવી હતી. યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞીક ચૂંટણી લડવાના છે. ત્યારે ૧૮૨ પૈકી ૧૬૦ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:

69 ધારાસભ્યોને કરાયા રિપીટ
13 એસસી, 24 એસટી ઉમેદવાર
14 મહિલાઓ, 4 ડોક્ટર, અને 4 PhD ડીગ્રીવાળા ઉમેદવાર
ઘાટલોડિયા – ભૂપેન્દ્ર પટેલ
અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા
માંડવી (કચ્છ) – અનુરૂદ્ધ દવે
ભૂજ – કેશુભાઇ પટેલ
અંજાર – ત્રિકમ છાંગા
ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
દસાડા – પી.કે.પરમાર
લિંબડી – કિરીટસિંહ રાણા
વઢવાણ – જીજ્ઞાબેન પંડ્યા
ચોટીલા – શામજી ચૌહાણ
ધ્રાંગધ્રા – પ્રકાશ વરમોરા
મોરબી – કાંતિ અમૃતિયા
ટંકારા – દુર્લભજી દેથરિયા
વાંકાનેર – જીતુ સોમાણી
રાજકોટ પૂર્વ – ઉદય કાનગડ
રાજકોટ પશ્ચિમ – ડો. દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ – રમેશ ટીલાળા
રાજકોટ ગ્રામ્ય – ભાનુબેન બાબરીયા
જસદણ – કુંવરજી બાવળીયા
ગોંડલ – ગીતાબા જાડેજા
જેતપુર – જયેશ રાદડિયા
કાલાવાડ – મેઘજી ચાવડા
જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
જામનગર ઉત્તર – રીવાબા જાડેજા
જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
જામજોધપુર – ચિમન સાપરીયા
ઘ્વારકા – પબુભા માણેક
પોરબંદર – બાબુ બોખીરીયા
માણાવદર – જવાહર ચાવડા
જૂનાગઢ – સંજયભાઇ કોરડીયા
વિસાવદર – હર્ષદ રિબડીયા
કેશોદ – દેવા મલમ
માંગરોળ – ભગવાન કરગઠીયા
સોમનાથ – માનસિંહ પરમાર
તાલાલા – ભગા બારડ
કોડીનાર – ડો. પ્રદ્યુમન વાજા
ઉના – કે.સી.રાઠોડ
ધારી – જે. વી. કાકડિયા
અમરેલી – કૌશિક વેકરિયા
લાઠી – જનક તલાવિયા
સાવરકુંડલા – મહેશ કસવાલા
રાજુલા – હીરા સોલંકી
તળાજા – ગૌતમ ચૌહાણ
ગારીયાધાર – કેશુ નાકરાણી
પાલીતાણા – ભીખા બારૈયા
ભાવનગર ગ્રામ્ય – પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્વિમ – જીતુ વાઘાણી
ગઢડા – શંભુપ્રસાદ ટુંડીયા
બોટાદ – ઘનશ્યામભાઇ વિરાણી
નાંદોદ – ડૉ. દર્શનાબેન દેશમુખ વસાવા
જંબુસર – ડી.કે.સ્વામી
વાગરા – અરુણસિંહ રાણા
ઝઘડીયા – રિતેશ વસાવા
અંકલેશ્વર – ઇશ્વરભાઇ પટેલ
ઓલપાડ – મુકેશ પટેલ
માંગરોળ – ગણપત વસાવા
માંડવી (સુરત) – કુંવરજી હળપતિ
કામરેજ – પ્રફુલ પાનસેરીયા
સુરત પૂર્વ – અરવિંદ રાણા
સુરત ઉત્તર – કાંતિ બલ્લર
વરાછા – કિશોર કાનાણી
કારંજ – પ્રવિણ ઘોઘારી
લિંબાયત – સંગીતા પાટીલ
ઉધના – મનુ પટેલ
મજુરા – હર્ષ સંઘવી
કતારગામ – વિનુ મોરડીયા
સુરત પશ્વિમ – પૂર્ણેશ મોદી
બારડોલી – ઇશ્વર પરમાર
મહુવા (સુરત) – મોહન ઢોડિયા
વ્યારા – મોહન કોકણી
નિઝર – ડૉ. જયરામ ગામિત
ડાંગ – વિજય પટેલ
જલાલપોર – રમેશ પટેલ
નવસારી – રાકેશ દેસાઈ
ગણદેવી – નરેશ પટેલ
વાસંદા – પિયુષ પટેલ
ધરમપુર – અરવિંદ પટેલ
વસલાડ – ભરત પટેલ
પારડી – કનુ દેસાઈ
કપરાડા – જીતુ ચૌધરી
ઉમરગામ – રમણ પાટકર
??????
વાવ – સ્વુરુપજી ઠાકોર
થરાદ – શંકર ચૌધરી
ધાનેરા – ભગવાનજી ચૌધરી
દાંતા – લઘુ પારઘી
વડગામ – મણી વાઘેલા
પાલનપુર – અનિકેત ઠાકર
ડીસા – પ્રવિણ માળી
દિયોદર – કેશાજી ચૌહાણ (ઠાકોર)
કાંકરેજ – કીર્તિસિંહ વાઘેલા
ચાણસ્મા – દિલીપજી ઠાકોર
સિદ્ધપુર -બળવંતસિંહ રાજપૂત
ઉંઝા – કિરીટ પટેલ (કે કે પટેલ)
વિસનગર – ઋષિકેશ પટેલ
બહુચરાજી – સુખાજી ઠાકોર
કડી – કરશન સોલંકી
મહેસાણા – મુકેશ પટેલ
વિજાપુર – રમણ પટેલ
ઇડર – રમણલાલ વોરા
ખેડબ્રહ્મા – અશ્વિન કોટવાલ
ભિલોડા – પૂનમચંદ બરંડા
મોડાસા – ભીખુ પરમાર
બાયડ – ભીખીબેન પરમાર
પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ પરમાર
દહેગામ – બલરાજસિંહ ચૌહાણ
વિરમગામ – હાર્દિક પટેલ
સાણંદ – કનુ પટેલ
વેજલપુર – અમિત ઠાકર
એલિસબ્રિજ – અમિત શાહ
નારણપુરા – જીતેન્દ્ર પટેલ (ભગત)
નિકોલ – જગદીશ વિશ્વકર્મા
નરોડા – ડો. પાયલ કુકરાણી
ઠકરબાપાનગર – કંચનબેન રાદડિયા
બાપુનગર – દિનેશ કુશવાહ
અમરાઈવાડી – ડો. હસમુખ પટેલ
દરિયાપુર – કૌશિક જૈન
જમાલપુર-ખાડિયા -ભૂષણ ભટ્ટ
મણિનગર – અમુલ ભટ્ટ
દાણીલીમડા – નરેશ વ્યાસ
સાબરમતી – ડો. હર્ષદ પટેલ
અસારવા – દર્શનાબેન વાઘેલા
દસક્રોઈ – બાબુ જમના પટેલ
ધોળકા – કિરીટસિંહ ડાભી
ધંધુકા – કાળુભાઇ ડાભી
ખંભાત – મહેશ રાવલ
બોરસદ – રમણ સોલંકી
આંકલાવ – ગુલાબસિંહ પઢીયાર
ઉમરેઠ – ગોવિંદ પરમાર
આણંદ – યોગેશ પટેલ (બાપજી)
સોજીત્રા – વિપુલ પટેલ
માતર – કલ્પેશ પરમાર
નડિયાદ – પંકજ દેસાઈ
મહુધા – સંજયસિંહ મહિડા
ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ – રાજેશ ઝાલા
બાલાસિનોર – માનસિંહ ચૌહાણ
લુણાવાડા – જીગ્નેશ સેવક
સંતરામપુર – કુબેર ડીંડોર
શેહરા – જેઠા આહીર (ભરવાડ)
મોરવાહડફ – નિમિષાબેન સુથાર
ગોધરા – સી. કે. રાઉલજી
કાલોલ – ફતેસિંહ ચૌહાણ
હાલોલ – જયદ્રસિંહજી પરમાર
ફતેપુરા – રમેશ કટારા
લીમખેડા – શૈલેષ ભાભોર
દાહોદ – કનૈયાલાલ કિશોરી
દેવગઢબારીયા – બચુ ખાબડ
સાવલી – કેતન ઇનામદાર
વાઘોડિયા – અશ્વિન પટેલ
છોટા ઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા – અભેસિંહ તડવી
ડભોઇ – શૈલેષ મેહતા (સોટા)
વડોદરા શહેર – મનીષાબેન વકીલ
અકોટા – ચૈતન્ય દેસાઈ
રાવપુરા – બાલકૃષ્ણ શુક્લા
પાદરા – ચૈતન્યસિંહ ઝાલા
કરજણ – અક્ષય પટેલ

હજુ ભાજપ દ્વારા ૨૨ ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી છે. સૌરાષ્ટ્ર પર ભાર દેવામાં આવી રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ ૨૨ જગ્યાઓમાં કોને સ્થાન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.