Abtak Media Google News

આપના કાંગરા ખર્યા

ચૂંટણી લડ્યા પહેલા જ આપે એક સીટ ગુમાવી!!: સુરત પૂર્વ બેઠક પર  આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું

સુરત પૂર્વ બેઠક પર  આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે. એટલે ચૂંટણી પહેલા જ અને ચૂંટણી લડ્યા વિના જ આમ આદમી પાર્ટીએ સુરત પૂર્વની એક સીટ ગુમાવી દીધી છે.આમ આદમી પાર્ટીએ ભાજપ પર તેના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણનો આરોપ લગાવ્યો હતો. પરંતુ કંચન જરીવાલાએ સામેથી  નિવેદન આપ્યું હતું કે, તેમણે પોતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણ ય કર્યો છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી સિસોદિયા સહિતના નેતાઓએ દાવો કર્યો કે તેના ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું છે. તે પરિવાર સહીત ગઇ કાલથી ગાયબ છે. તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.પરંતુ કંચન જરીવાલા અચાનક ચૂંટણી અધિકારી પાસે પહોચ્યા અને પોલિસ સુરક્ષાની વચ્ચે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું. આમ આદમી પાર્ટીએ   ફરી એક વાર આરોપ લગાવ્યો હતો કે, કંચન જરીવાલાને ડરાવી-ધમકાવીને ઉમેદવારી પત્ર  પાછું ખેંચાવવામાં આવ્યું છે. સાંજ થતા જ કંચન જરીવાલાએ વિડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે,અપહરણ  કરવાની  કે ડરાવી ધમકાવીને નામાંકન પાછું ખેંચાવવાની વાત ખોટી છે. તેમણે પોતાની મરજીથી ઉમદવારી ફોર્મ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.

તેઓ પ્રજા વચ્ચે  ગયા તો  સમર્થન નહોતું મળી રહ્યું. અને લોકો એમને રાષ્ટ્ર વિરોધી ગુજરાત વિરોધી પાર્ટીના ઉંમેદવાર ગણતા હતાં. તેથી  એમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને આ ઉમેદવારી ફોર્મ પાછું ખેચ્યું છે. પરિવારના લોકો પર પણ આ પ્રકારના ખૂબજ ફોન આવી રહ્યા હતાં. એટલે પરિવારના લોકો પણ માનસિક તણાવમાં હતાં. મારા  પર કોઇનું દબાણ ન હતું તેથી ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. એટલે હવે કંચન જરીવાલાએ ઉમેદવારી ફોર્મ પોતાની મરજીથી પાછું ખેંચી લેતા આપે એક સીટ ચૂંટણી પહેલા જ ગુમાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.