Abtak Media Google News
પુલ તુટી પડવા અંગે ઢાંક પીછોડો કરવા યુધ્ધના ધોરણે   તંત્રએ કામગીરી શરૂ કરી ભારે વાહનો  સહિત એસ.ટી. બસો ચાંડવષી અમરેલી ડાયવર્ટ કરવામાં આવી

બાબરા અમરેલી નેશનલ નો હાઇવે રોડ આજે એકાએક તંત્ર દવારા ડાયવર્ટ કરી અને છેક બાબરા થી ભારે વાહનો અને એસ.ટી બસો વાયા ચાવંડ થી અમરેલી તરફ ચલાવવાની તાત્કાલિક અસર થી વ્યવસ્થા હાથ ધરતા વાહન ચાલકો સહિત ના અચંબિત બન્યા હતા જોકે હાઇવે રોડ ડાયવર્ટ કરવા અંગે આગોતરી કોઈ જાણ જાહેરાત નહિ થવા થી તંત્ર દ્વારા હાલ ની થતી કામગીરી શંકાસ્પદ જણાઈ આવી રહ્યા નું અભ્યાસુ વર્ગ માની રહી છે

મળતી વિગત મુજબ આજે સવારે લુણકી ગામ નજીક નો વર્ષો જુનો પુલ તુટી પડતા ગ્રામજનો દ્વારા તંત્ર માં માહિતી આપતા અધિકારી વર્તુળ દોડી આવ્યું હતું અને લાંબા સમય થી પુલ માં ગાબડું હોવાનો સુર ઉઠ્યો હતો

હાલ તંત્ર દ્વારા વાહનવ્યવહાર પૂર્વવર્ત  કરવા માટે ડાઈવર્ઝન બનાવવા કામગીરી આગળ વધારી હતી અને મોટા ભાગ ના વાહનો અન્ય રૂટ ઉપર થી ચલાવવા બાબરા અમરેલી ભાવનગર રોડ ચોકડી ઉપર પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ કામે લાગ્યું હતું

ગ્રામજનો માંથી મળતી વિગત મુજબ વર્ષો જુનો પુલ છેલ્લા ત્રણ ત્રણ વખત રીપેરીંગ કરી અને કામગીરી ગબડાવવા માં આવતી હતી અને છેલ્લા ચાર માસ થી પુલ માં ગાબડું પડ્યું હોવા છતાં તંત્ર દ્વારા અણદેખી કરવા આવતી હતી આજે સવારે મોટા ભારે ખમ વાહનો પસાર થયા બાદ એકા એક ગાબડા સહિત નો પુલ તૂટી પડતા તંત્ર માં જાણ કરવા માં આવી હતી

રોડ વિભાગ તંત્ર દ્વારા સ્થળ વિઝીટ કરી ચાલતી પકડી હતી અને ખાનગી કોન્ટ્રાકટર દ્વારા હાલ પુલ રીપેર કામગીરી હાથ ધરવા માં આવી છે રાજકીય વર્તુળ દ્વારા આ અંગે તંત્ર માં પુછપરછ કરવા માં આવતા બિસ્માર બનેલા પુલ નું રીપેરીંગ અને પુલ નીચે પાઇપ ફિટિંગ કામ ચાલતું હોવાનું જણાવ્યું હતું

નેશનલ હાઉવે ગણાતા અમરેલી રાજકોટ રોડ ઉપર પુલ ના કામ મુદ્દે અગાઉ થી કોઈ જાહેરાત અને વાહનો ડાયવર્ટ કરવા કોઈ જાહેરાતો કરવા માં આવી નહોતી અને જેના કારણે તંત્ર દ્વારા પુલ તૂટી પડવા અંગે ઢાક પીછેડો કરવા માં આવતો હોવાનું વ્યાપક પણે ચર્ચા નો વિષય બન્યો છેહાલ પુલ નજીક ડાયવર્જન બનાવવા કામગીરી શરૂ કરાવી છે અને ત્રણ ચાર દિવસ બાદ પુલ પૂર્વવર્ત થવા અનુમાન થયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.