Abtak Media Google News

ભગવાન બચાવેની સ્ટાર કાસ્ટે ‘અબતક’ની મુલાકાત દરમિયાન ફીલ્મની મુકત મને કરી ચર્ચા

ગુજરાતી ફિલ્મ ઉઘોગની ગાડી પુરપાટ ઝડપે દોડી રહી છે. એક પછી એક હીટ ફીલ્મોની પરંપરામા: વધુ એક ફીલ્મ ‘ભગવાન બચાવે’ નો ઉમેરો થઇ રહ્યો છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા અભિનેત્રી જીનલ બેલાણી અને ભોમિક સંપતે ફીલ્મ અંગે મુકત મને વાતો કરી આ ફીલ્મ કોમેડી સાથે જીવનની ટ્રેજેડી  સમજાવનારી ગણાવી સફળતાનો આત્મ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

Advertisement

ભગવાન બચાવે એ એવા ત્રણ માઘ્યમ વર્ગના મહત્વાંકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનજીવીત કરવાના મિશન પર એક સાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર ફોસ્ટર રાઇડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા માઘ્ય વર્ગીય લોકો માટે સંદેશ છે જે હંમેશા લોન, ક્રેડિટ કાર્ડ અને હપ્તા સિસ્ટમમાં અટવાયેલા હોય છે.

Dsc 1050

આ ફિલ્મમાં જિનલ બેલાણી, ભૌમિક સંપત અને મુની ઝા મુખ્ય ભુમિકામાં જોવા મળશે. જિનલ અને ભૌમિક એ સાથે મળીને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે અને સાથે વાલ્મીકી પિકચર્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિમાર્ણ પણ કયુૃ છે. ભગવાન બચાવે રજી ડીસે. 2022ના રોજ રીલીઝ થઇ રહી છે. જેને લઇને ટીમ આજે રાજકોટ પહોંચી હતી અને ખુબ જ ઉત્સાહીત જોવા મળ્યા હતા. મુંબઇ મુવી સ્ટુડીયો દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું વિતરણ યુએફઓ સિને મીડીયા નેટવર્ક દ્વારા કરવામાં આવશે.

આ ફિલ્મમા: કલાકારો ભૌમિક સંપત, જીનલ બેલાણી, મુની ઝા, ભાવિની જાની, પ્રેમ ગઢવી, રોનક કામદાર, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રયન્ના, ઓજસ રાવલ, મોરલી પટેલ, ચાર્મી પંચાલ, વૈશાખ રતનબેન અને વિશાલ ઠકકર છે આ ફિલ્મ ઝીનલ બેલાની દ્વારા લખવામાં આવી છે અને તપન વ્યાસ

દ્વારા સિનેમેટ્રોગ્રાફી રાકેશ સોની દ્વારા સં5ાદિત અને ભાવેશ શાહ દ્વારા સંગીત આપવામાં આવ્યુંછે.

નીતીન કેનીની આગેવાની હેઠળના મુંબઇ મુવી સ્ટુડિયોએ વાલ્મીકી પિકચર્સ સાથે ફિલ્મ ભગવાન બચાવે થી ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો છે. રપ થી વધારે વર્ષ સુધી ફિલ્મ ઉઘોગમાં સક્રિય રહીને ગદર, સૈરાટ, લંચ બોકસ અને અન્ય ઘણી ફલ્મો આપનાર દિગ્ગજ વ્યકિત દ્વારા હવે આ ગુજરાતી ફિલ્મ રજુ કરવામાં આવી રહી છે.

વાલ્મીકી પિકચર્સ જિનલ બેલાની અને ભૌમિક સંપન દ્વારા સ્થાપિત ફિલ્મ નિર્માણ કંપની છે. બે વર્ષ ના ખુબ જ ટુંકા ગાળામાં તેઓએ અત્યાર સુધીમાં ત્રણ પ્રોજેકટ તૈયાર કર્યા છે. તીખી મીઠી લાઇફ, પુરી પાણી અને હવે ભગવાન બચાવે, જિનલ બેલાની પહેલેથી જ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. અને ભૌમિક સંપતતેની હિન્દી ફિલ્મો સાડા અડ્ડા  અને સમ્રાટ એન્ડ કું. પછી આ ફિલ્મ સાથે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરશે.

આ સાથે જીનલ બેલાણી દ્વારા મુખ્ય લેખક, દિગ્દશક નિર્માતા અને અભિનેતાનું કાર્ય કર્યુ છે. હિન્દી ફિલ્મ અભિનેતા ભૌમિક સંપત કે જેમણે સદા અડ્ડા જેવી ફિલ્મો આપી છે, જે કલ્ટ હિટ સાબિત થઇ છે તે બે સફળ ગુજરાતી વેબસીરીઝ પછી ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરી રહ્યો છે. તેમજ આ ફિલ્મમાં નિર્દેશક નિર્માતા, અભિનેતા પોતે સફળ રહ્યા છે. 3 મુખ્ય લીડ સિવાય ફિલ્મ ભગવાનમાં 1ર અન્ય જાણીતા કલાકારો છે. સોનુ નિગમ, નકાશ અઝીઝ અને દિવ્યાકુમાર જેવા ટોચના બોલીવુડ ગાયકોએ પ્લેબેક કર્યુ છે.

ભગવાન બચાવે ફિલ્મમાં મધ્યમ વર્ગની પરિસ્થિતિ કોમેડી અંદાજમાં આલેખી છે તે પ્રેક્ષકોને ગમશે: જીનલ બેલાની

Dsc 1053

ફિલ્મના જાણીતી અભિનેત્રી અને નિર્માતા જીનલ બિલાની અબ તક મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભગવાન બચાવે ફિલ્મ મધ્યમ વર્ગના લોકોને જે હંમેશા લોન ક્રેડિટ કાર્ડ અને હપ્તા સિસ્ટમમાં અટવાયેલા હોય છે ક્રેડિટ કાર્ડ લીધા બાદ તેમના વ્યાજના દરમાં ફસાઈને મજબૂરી ભોગ બને છે.

તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પરિવાર જેવો માહોલ ધરાવે છે પણ તેમણે તીખી મીઠી લાવ પૂરી પાણી અને હવે ભગવાન બચાવે જેવી ફિલ્મ અભિનેત્રીની સાથે વાર્તાનું નિર્માણ પણ કરે છે

દિગ્ગજ સિંગર સોનુ નિગમના ગીતો દર્શકોને ફુલ ઓન મજા કરાવશે: ભૌમિક સંપત

Dsc 1052

 

ભગવાન બચાવે એના અભિનેતા ભૌમિક સપત અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ પોતાનો રોલ ક્રેડિટ કાર્ડના હપ્તા ની રિકવરી કરવા જાય છે અને એની વચ્ચે થોડી ખાટી મીઠી નોક જોક થાય છે.

આ ફિલ્મ મ્યુઝિક સોનુ નિગમ નાકા અઝીઝ અને દિવ્યા કુમાર જેવા ટોચના બોલીવુડ ગાયકો એ બ્લેક કર્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.