Abtak Media Google News

100 ઉમેદવારો સામે મહિલાઓ પર અત્યાચાર સહિતના ગંભીર ગુનાઓ: ‘આપ’ માં સૌથી વધુ દાગી ઉમેદવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકામાં આગામી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત રાજયની જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. તે બેઠકો પર 788 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. જે પૈકી 167 ઉમેદવારો સામે અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. આમ આદમી પાર્ટીએ સૌથી વધુ દાગી નેતાઓને ટિકીટ આપી છે.

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યકિતને જો કોઇ રાજકીય પાર્ટી ટિકીટ આપે તો તેને સોગંદનામું આપવું પડે છે. આ ઉપરાંત ચૂંટણી લડતા ઉમેદવારે પણ પોતાની સામે જો કોઇ ગુના નોંધાયા હોય તો તેની માહીતી મતદારોને આપવા માટે મતદાન પૂર્વ ત્રણ વખત અખબારોમાં જાહેરાત આપવી પડે છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબકકાના મતદાનમાં જે 89 બેઠકો માટે ચુંટણી  થવાની છે તે બેઠકો પર 788 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. જે પૈકી 167 ઉમેદવારો સામે અલગ અલગ કમલ હેઠળ ગુના નોંધાયા છે. 100 ઉમેદવાર તો એવા છે જેની સામે મહિલાઓ પર અત્યાચાર કરવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ગુનેગારોને ટિકીટ આપવામાં આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. ‘આપ’ ના 88 ઉમેદવાર પૈકી 26 ઉમેદવારો સામે ગુના નોંધાયા છે ટકાવારીની દ્રષ્ટિએ 30 ટકા ઉમેદવારોને આપે ટિકીટ આપી છે ભાજપ દ્વારા 89 બેઠકો પર ગુનાહિત ઇતિહાસ ધરાવતા 11 ઉમેદવારને ટિકીટ આમી છે. જે 1ર ટકા જેવી થવા પામે છે. જયારે કોંગ્રેસ દ્વારા 89 બેઠકો પેકટ 18 બેઠકો પર વિવિધ ગુનો ધરાવતા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. જેની ટકાવારી 18 ટકા જેવી થવા પામે છે. જયારે વીટીપીએ 14 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. જે પૈકી એક ઉમેદવાર સામે ગુનો નોંધાયો છે. 89 બેઠકો પર ચુંટણી લડી રહેલા 788 પૈકી રર1 ઉમેદવારો કરોડપતિ છે.

બીજા શબ્દોમાં  એમ કહેવામાં આવે કે ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મની અને મસલ્સ પાવર ધરાવતા લોકોને ટિકીટ આપી દે તો તેમાં કોઇ અતિશિયકોતી નથી.

મહત્ત્વનું છે કે ચૂંટણી પંચે ગુનાહિત ઇતિહાસ ધરાવાતા ઉમેદવારોની બેઠકોની યાદી જાહેર કરી છે. આવી 15 બેઠકની યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠક શરમજનક રીતે સૌથી પહેલા ક્રમે છે. અહીં ચૂંટણી લડતા 15 ઉમેદવારમાંથી 7 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટલે એમ કહી શકાય કે પહેલા તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો લીંબડી બેઠક પર છે.

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ, આપ જેવા મોટા રાજકીય પક્ષો ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી જેવા પક્ષોના ઉમેદવારો સહિતના કુલ 57 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ ગુના ધરાવતા ઉમેદવારોવાળી બેઠકોની યાદીમાં લીંબડી બેઠક પહેલા ક્રમે છે. આ બેઠક પરથી કુલ 15 ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તેમાંથી સૌથી વધુ એટલે કે 7 ઉમેદવારનો ઇતિહાસ ગુનાહિત છે. આ 7 ઉમેદવારમાં એક આમ આદમી પાર્ટીના મયૂર સાકરિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.