Abtak Media Google News

સલમાન ખાન હંમેશાથી પોતાની બોડીને લઈને ચર્ચામાં રહે છે. કોઈ પણ ફિલ્મ હોય ભાઈજાન પોતાનો શર્ટ કાઢીને બોડી ન બતાવે તેવું તો બને નહિ. અત્યારના સમયમાં યુવાનોને સિક્સ પેગ બનાવવાનું ઘેલુ ચડ્યું છે ત્યારે એક યુવાનને સલમાન ખાનના રવાડે ચડવું ભારે પડ્યું હતું. યુવાન સલમાન ખાન જેવું શરીર બનાવવાના બહાને એક યુવકને પ્રોટીન પાઉડર સાથે ઘોડાનું ઈન્જેક્શન આપ્યું હતું અને ત્યારબાદ તેની તબિયત લથડી હતી.

આજના યુવાનો સિક્સ પેક એબ્સ માટે તબીબી સલાહ વિના દવાઓ લઈ લે છે પરંતુ એ નથી જાણતા કે આવા નુસ્ખાના પરિણામ ભયંકર આવી શકે છે. આવો જ એક કિસ્સો ઈન્દોરમાં પણ સામે આવ્યો છે. સલમાન ખાન જેવું શરીર બનાવવાની ઈચ્છાથી ઈન્દોરના એક યુવકે ઘોડાને ઈન્જેક્શન અપાવ્યું. એક દુકાનના સંચાલકે તેને કહ્યું હતું કે પ્રોટીન પાવડરની સાથે આ ઈન્જેક્શન તેના શરીરમાં પરિવર્તન લાવી શકે છે. યુવકનું શરીર સલમાન ખાન જેવું ન બન્યું પરંતુ યુવકની તબિયત ખરાબ થઈ, શરીર દુખવા લાગ્યું. લીવરમાં સોજો આવ્યો હતો.

યુવકનું નામ જયસિંહ છે જેણે તેણે ડોક્ટરની સલાહ લીધા વિના પ્રોટીન પાવડર અને એક ઈન્જેક્શન લીધું. ઈન્જેક્શન બાદ તેમની તબિયત લથડી હતી અને લીવરમાં સોજો આવ્યો હતો. આખા શરીરમાં ખાસ કરીને પેટમાં દુખાવો થતો હતો. જ્યારે તે ડોક્ટર પાસે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેને આપવામાં આવેલ ઈન્જેક્શન ઘોડાઓને આપવામાં આવે છે. આ મામલે તેણે વિજય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

જય સિંહ બે મહિનાથી જીમમાં જતો હતો. શોપ ઓપરેટર મોહિત આહુજાએ દાવો કર્યો હતો કે પ્રોટીન પાઉડર અને ઈન્જેક્શન લગાવ્યા બાદ શરીરમાં બદલાવ આવવા લાગે છે. બે મહિના પછી આ તફાવત દેખાશે. પ્રથમ ડોઝ લગાવ્યા બાદ જ તેની તબિયત બગડી હતી. મોહિતે હજુ કેટલા લોકોને આ ઇન્જેક્શન આપ્યું તેના આધારે તેના પર તપાસ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.