Abtak Media Google News
  • વિશ્વના તમામ લોકશાહી દેશોમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે. ભારતીય બંધારણ આવતીકાલે એટલે કે તા. 26મી નવેમ્બરે 73 વર્ષ પૂર્ણ કરશે.
  • ભારતીય બંધારણનો સ્પીકર તા. 26 નવેમ્બર 1949ના રોજ થયો હતો. આપ સૌને એ જાણવું પણ ગમશે કે દરેક નાગરીકની મૂળભૂત ફરજોનો ખ્યાલ રશિયાના બંધારણમાંથી અનુસરવામાં આવ્યો છે.
  • સામાજીક ન્યાય અને સશકિતકરણ મંત્રાલયે 19મી નવેમ્બર 2015ના રોજ ભારત સરકાર દ્વારા ર6 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસની ઉજવણીથી સામાન્ય નાગરીકો પણ પોતાના મુળભૂત અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત થાય તે જરુરી છે.
  • મૂળભૂત ફરજો એટલે રાષ્ટ્રીય ગીત – જન – ગણ – મન અધિનાયક દરેકે અપનાવવું, રાષ્ટ્રીય ચિન્હ ત્રણ સિંહના મોરાને માન આપવું, રાષ્ટીય ગીત વંદમાતરમને દોહરાવવું અને રાષ્ટ્રીય પંચાગ શક સંવંતનો ઉલ્લેખ કરવો.
  • અત્રે ઉલ્લેખનીય રહેશે કે આઝાદીના 75 વર્ષ પૂણૃ થયા છે ત્યારે સમગ્ર દેશની નવી આશા, ઉમંગ ઉત્સાહ સાથે આપણે અમૃતકાળમાં પ્રવેશી રહ્યાં છીએ.

તાજેતરમાં  સર્વોચ્ચ અદાલત  દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ની નિમણૂક સંદર્ભે કેટલીક ટિપ્પણીઓ કરી છે અને આ સંદર્ભ ની અંદર જો જોવા જઈએ તો ભારતીય બંધારણમાં ખાસ કરીને ચૂંટણી પંચ અને તેની રચનાના સંદર્ભ ની અંદર અનુચ્છેદ 324 માં જોગવાઈ કરવામાં આવી છે, અનુચ્છેદ 324 અંતર્ગત રાષ્ટ્રપતિ સંસદ દ્વારા ઘડાયેલા કાયદાઓ અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે તે પ્રકારે જોગવાઈ કરવામાં આવેલી છે એનો અર્થ એ થાય કે સમગ્ર રીતે બંધારણીય વ્યવસ્થા મુજબ રાષ્ટ્રપતિ સંસદ દ્વારા કરાયેલા કાયદાઓ અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે, બંધારણીય જોગવાઈ સ્વયં સ્પષ્ટ છે અને આ દ્રષ્ટિથી જોવા જઈએ તો અનુચ્છેદ 324 (2) અંતર્ગત રાષ્ટ્રપતિ પાસે આ અધિકાર છે એટલું જ નહીં પરંતુ તેની સંખ્યા કેટલી રાખવી તે પણ સત્તા માત્રને માત્ર રાષ્ટ્રપતિ પાસે છે પરંતુ સાથે એ પણ બંધારણીય વ્યવસ્થા સ્પષ્ટ છે કે આ પ્રકારની પંચની સંખ્યા કે અસ્તિત્વના સંદર્ભ ની અંદર પણ સંપૂર્ણપણે રાષ્ટ્રપતિનો અધિકાર ભારતીય બંધારણમાં  જોવા મળે છે સર્વોચ્ચ અદાલત સમક્ષ એસ એસ ધનોવા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 1991 સુપ્રિમ કોર્ટ 1745 તેના  પેરા 25 વાંચતા તેમાં સ્પષ્ટ થાય છે કે માત્ર નિમણૂક નહીં પરંતુ અસ્તિત્વમાં રહેલી ચૂંટણી કમિશનરની સંખ્યા કે તે પૈકીની કોઈપણ પોસ્ટ ને રદબાતલ કરવા અર્થનો અધિકાર પણ માત્ર રાષ્ટ્રપતિ  પાસે છે.

Untitled 3 10

ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, શાંતિનિકેતનના પ્રાચાર્ય આચાર્ય નંદલાલ બોઝના માર્ગદર્શનને અંતર્ગત ટેલિગ્રાફિક ટેક્ષ્ટ અંતર્ગત પ્રેમ બિહારી નારાયણ દ્વારા લખવામાં આવ્યું જેની આજે પણ આ મૂળ પ્રત આપણને ભારતીય સંસદમાં સંગ્રહિત છે.

28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1 નેશનલ કેપિટલ ટેરીટરી તેમજ 18 જેટલી રાષ્ટ્રીય ભાષાઓ, 2000 કરતા વધારે લોક બોલીઓ કે ઉપભાષાઓ, સાત જેટલા ધર્મો તેમજ 60 જેટલાં સામાજિક, સાંસ્કૃતિક પ્રાદેશિક એવા વિસ્તારો સાથેનો આપણો એક વિશાળ દેશ છે અને લોકતાંત્રિક દ્રષ્ટિથી જોવા જઈએ તો નિયમિત, સમયબદ્ધ અને નિષ્પક્ષ ચૂંટણી એ આ દેશની ઓળખ છે.

ભારતીય બંધારણનું આમુખ એટલે કે, બંધારણ શરૂ થાય તે પૂર્વે જે આમુખ આપવામાં આવેલ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ લેખમાં આવે છે. ખાસ કરીને ઘણી બધી વાર એવી ચર્ચા પણ પ્રસ્તુત થાય છે કે, ભારતીય બંધારણમાં આમુખ એ બંધારણનો ભાગ છે કે કેમ? પરંતુ વાસ્તવમાં સર્જન સિંઘ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં એક બાબત સ્પષ્ટ રીતે સુનિશ્ચિત કરવામાં આવેલી છે અને તેમાં જણાવાયું છે કે બંધારણના રચયિતાઓ માટે ભારતીય બંધારણમાં આપવામાં આવેલ આમુખ એ ભારતીય બંધારણનો એક પાયાનો અને કેન્દ્રવર્તી વિચાર છે પરંતુ આમ છતાં તે ભારતીય બંધારણનો ભાગ નથી.

Screenshot 1 51

ભારતીય બંધારણમાં જે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તે સાર્વભૌમત્વ અને લોકતાંત્રિક વ્યવસ્થા છે, સાર્વભૌમત્વનો સંદર્ભ તમામ પ્રકારેના વિદેશી નિયંત્રણોમાંથી મુક્તિ છે એટલે કે આ દેશ સંપૂર્ણ સાર્વભૌમ છે અને વિદેશી સત્તાના સંદર્ભમાં આ શબ્દો અહીંયા પ્રયોજવામાં આવ્યો છે. માટે જ આપણો દેશ સંપૂર્ણ સાર્વભૌમ રાષ્ટ્ર છે તેની આપણને સૌને પ્રતીતિ થાય છે. સાથોસાથ લોકશાહી શબ્દ જે વાપરવામાં આવ્યો છે તે વ્યક્તિ સ્વતંત્રના સંદર્ભમાં પ્રયોજવામાં આવ્યો છે અને વ્યક્તિના મૂળભૂત સ્વતંત્ર ઉપર કોઈનો પણ અંકુશ નથી તે પ્રકારની બાબત અહીં ઉદ્ઘોષિત કરવામાં આવે છે.

ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથો સાથ સાંસ્કૃતિક આર્થિક સ્વરૂપના અધિકારોના સંદર્ભની અંદર ક્રમિક વિકાસ તેમજ શાસન વ્યવસ્થા માટે માર્ગદર્શન સ્વરૂપ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રયોજવામાં આવ્યા છે.

અનુચ્છેદ – ર1 મુજબ જીવન જીવવા અર્થેનો અધિકાર આપવામાં આવેલો છે, અલબત્ત આ એક જ અધિકાર એવો છે કે, જે માનવ માત્રને આ અધિકાર પ્રાપ્ત થાય છે, એનો અર્થ એ કે બંધારણનો આ અધિકાર છે એના માટે ભારતીય નાગરિકત્વ હોવું જરુરી નથી કદાચ કોઇ વિદેશી વ્યકિત પણ હોય તો પણ તેને જીવન જીવવા અર્થનો અધિકાર જે છે એ પ્રાપ્ત થાય છે અને સાથે ભારતીય બંધારણના  અનુચ્છેદ – 21 અંતર્ગત જીવન જીવવાના અધિકાર પછી ક્રમે ક્રમે સર્વોચ્ચ અદાલત સમક્ષ આવેલી કેટલીક બાબતો નિર્ણય થઈ અને દરજ્જા યુક્ત જીવન સવિશે

રીતે મહિલાઓના સંદર્ભની અંદર અશક્ત પ્રજાજનોના સંદર્ભની અંદર કે શોષિત પીડિત લોકોના સંદર્ભની અંદર પણ  જોવા મળે છે કે, વ્યક્તિ માત્ર જીવન જીવવાનો અધિકાર નહીં પરંતુ દરજ્જા યુક્ત જીવન જીવવાનો તેનો અધિકાર છે.

Latest] Indian Constitution Day 2022: Images, Pictures, Photos, Poster

આ બાબત સર્વોચ્ચ અદાલત દ્વારા પ્રસ્થાપિત થઈ છે, બીજી એક બાબતનો આપણને ખ્યાલ આવ્યો હશે તાજેતરમાં કોરોનાની મહામારી ગઈ એ સંદર્ભ ની અંદર પણ જો આપણે જોવા જઈએ તો સર્વોચ્ચ અદાલત સમક્ષ પણ એ બાબતની ચર્ચા આવેલી હતી કે દરજ્જાયુક્ત જીવન ઉપરાંત વ્યક્તિને સ્વસ્થ આરોગ્યપ્રદ જીવન જીવવાથીનો પણ અધિકાર છે અને આ જ બાબતે રાઈટ તો લાઇફ વીથ હેલ્થ આ બાબત પ્રસ્થાપિત થઈ અને તેના પરિપકરૂપે કેન્દ્ર સરકારે પ્રવર્તમાન સમયની અંદર આયુષ્યમાન ભારતથી લઈ મફત રસીકરણના વ્યવસ્થાપનથી લઈ અનેક શ્રેણીબદ્ધ પગલાંઓ લીધા છે

ભારતીય બંધારણની સર્વોચ્ચતા તેમાં પ્રયોજાયેલી બાબતની મહત્તા નાગરિકોના મૂળભૂત અધિકારો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો  તે પ્રત્યેક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવાનું શક્ય નથી પરંતુ ભારતીય બંધારણની કેટલીક પાયાની પ્રાથમિક અને મહત્વની બાબતોથી પ્રત્યેક વિદ્યાર્થી કોઈપણ વિદ્યાશાખાનો વિદ્યાર્થી પરિચિત થાય એ આઝાદીના અમૃત મહોત્સવનો મુખ્ય સંકલ્પ હોઈ શકે.

રાષ્ટ્રપતિપદને મહાભિયોગ પ્રક્રિયાથી હટાવી શકાય

Pres

મહાભિયોગ પ્રક્રિયાથી રાષ્ટ્રપતિ પદને પણ હટાવી શકાય છે, જો રાષ્ટ્રપતિ બંધારણમાં આવેલા કાર્યોને અસમર્થ નીવડે અથવા ચૂંટણીમાં અયોગ્ય જાહેર થાય તો તેમની સામે મહાભિયોગની પ્રક્રિયા થઇ શકે છે. આ માટે લોકસભાના કુલ સભ્યોના 1/2 સભ્યો સહી કરી આવેદન લોકસભાના અઘ્યક્ષને આપવું પડે.

ત્યારપછી લોકસભાના અઘ્યક્ષ 14 દિવસ પહેલા રાષ્ટ્રપતિને આગોતરા નોટીસ પાઠવે છે, 14 દિવસમાં રાષ્ટ્રપતિ સંસદમાં આવીને પોતાની રજુઆત કરી શકે છે, જો સંસદના બન્ને ગૃહોમાં 2/3 બહુમતિથી ખરડો પસાર કરવામાં આવે તો તે દિવસથી રાષ્ટ્રપતિ પદ ગુમાવવું પડે છે.

કટોકટી એટલે લોકશાહીની કાળી રાત

Gandhi

– અત્રે એ પણ ઉલ્લેખનીય રહેશે કે 1975માં લોકશાહીની એક કાળી રાત્રિ એટલે કટોકટીને તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ 25-26 જુન રાત્રે રાષ્ટ્રપતિ ફકરુદિન અલી અહમદની સહી સાથે દેશમાં લાગુ કરી દીધી હતી.

– લોકશાહીના ચાર સ્તંભ પૈકીના એક સ્તંભ એવા અખબારો ઉપર પણ સમાચાર સેન્સરશીણ આવી ગઇ હતી.

– કેટલાક અખબારી કાર્યાલયનો વીજ પુરવઠો પણ ‘ઇમરજન્સી’ ના બહાને કાપી નાખવામાં આવ્યા હતા.

– ભારતીય બંધારણન માટે આ કલંકીત દિવસ હતો.

છ મૂળભૂત અધિકારો

  1. સમાનતાનો અધિકાર
  2.  સ્વતંત્રતાનો
  3. શોષણ વિરૂઘ્ધનો
  4. ધાર્મિક સ્વતંત્રતા
  5. સાંસ્કૃતિક – શૈક્ષણિક
  6. બંધારણીય ઉપચારોનો અધિકાર

શરૂઆતમાં બંધારણમાં કુલ 7 મૂળભૂત અધિકારો હતો. જેમાં મિલકતના અધિકારને 44માં બંધારણીય સુધારા 1978માં નાબુદ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.