Abtak Media Google News
મોરબી દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતાત્માઓની શાંતિ માટે જયંતિલાલ પટેલ દ્વારા શાંતિ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું

વિધાનસભા સામાન્ય ચુંંટણીમાં પ્રચારના પડઘમ શાંત પડી ગયા પછી હવે ડોર ટુ ડોર સંપર્ક સઘન બનાવાયો છે, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વખતે મોરબીની બેઠક સતત ચર્ચાતી રહી છે. મોરબી પૂલ દુર્ધટના પછી મતદારોનો ‘ઝીંક’ કોંગ્રેસના ઉમેદવાર જયંંતિલાલ પટેલ તરફ દેખાઇ રહ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલે મોરબી ઝૂલતા પૂલ દુર્ધટનામાં ભોગ બનેલા મૃતાત્માઓના મોક્ષ માટે અને શાંતિ માટે ‘શાતિ હવન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગઇકાલે સવારે 10 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ જેરાજભાઇ પટેલના મઘ્યસ્થ કાર્યાલય ખાતે શાંતિહવન યોજાયો હતો. આવતીકાલે મતદાનનો દિવસ છે ત્યારે  આખા ગુજરાત ની તેની પર નજર છે, એવી મોરબી માળીયા વિધાનસભાની ચૂંટણી માં મતદારો એકદમ આક્રમક બની ગયા છે, જેમાં મોરબી પૂલ દુર્ઘટના બાદ ની સરકાર ની કામગીરી થી નારાજ મતદારો કોંગ્રેસના સમર્થનમાં ઉમટી રહ્યા છે, સરળ સ્વભાવ, સ્વચ્છ છબી અને સમજસેવી એવા કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે પટેલ ના ટેકા માં મોરબી ના મતદારો નો આવકાર મળી રહ્યો છે, આખા મોરબી માં કોંગ્રેસ ના ઉમેદવાર જયંતીલાલ પટેલ એકલા નહીં જાગૃત જનતા પણ સાથ આપી રહી છે.

કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલ મોરબીના મતદારોનો સીધો સંપર્ક કરી રહ્યા છે, વિવિધ સમાજ જ્ઞાતિ અને યુવાનો વડીલો જયંતિલાલ ને જીતાડવા માટે આગળ આવી રહ્યા છે, કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરો થી લઈ ને સ્થાનિક આગેવાનો પણ દિવસ રાત મહેનત કરીને જયંતીલાલ ને વિજયી બનાવવા મહેનત કરી  છે.

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય માં વહેલી સવારથી જ કોંગ્રેસના ખેસ સાથે કાર્યકરો ને સમર્થકો ના ટોળે ટોળા આવી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ ની પરિવર્તન યાત્રા, લોકસંપર્ક રાઉન્ડ, ચૂંટણી સભાઓ, સંપર્ક સભાઓમાં મતદારોનો ઉમંગ થી ટેકો મળ્યો છે. જેની અસર આવતીકાલે મતપેટીમાં દેખાશે.   એકંદરે મોરબી માળીયા વિધાનસભા માં પરિવર્તન એટલે કે કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ નો જીતનો ઝંડો ફરકશે જ તેવું ચિત્ર દેખાય છે.

ગુજરાતનું પ્રાચીન ઇતિહાસ ધરાવતું  મોરબી. 1979 માં, મચ્છુ ડેમ તુટ્યો અને 2000માં, ભારતીય ઇતિહાસનો સૌથી મોટો ભૂકંપ જેવી આપત્તિઓ મોરબી ના લોકોની ભાવનાને નબળી પાડી શક્યા નથી.  નળીયા થી શરુ કરી સિરામિક અને ઘડિયાળ તથા બીજા ઘણા નાના મોટા ઉદ્યોગોનું કેન્દ્ર એટલે  આધુનિક મોરબી એ ભારતીય ઉદ્યોગોમાં તેની પોતાની ખાસ જગ્યા બનાવી છે .  મોરબી-માળીયા વિધાનસભા માટે છેલ્લા 40 વર્ષોથી મોરબી શહેરમાં રહી સતત પ્રજાની સેવાના કર્યો કરી જનતાની સુખાકારી માટે સતત કાર્યરત છે એવા મોરબી ના વતની મોરબી કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર શ્રી જયંતીલાલ જેરાજભાઈ પટેલ વિનમ્ર વ્યક્તિત્વ ધરાવતા ગ્રેજ્યુએટ શિક્ષિત કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર તેમજ વફાદાર સૈનીક છે બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવા નેમ સાથે મોરબી ની સામાજિક, શેક્ષણિક સંસ્થાઓ માં નિસ્વાર્થભાવે અવિરત કામ કરવા વાળા શ્રી જયંતિલાલ જેરાજભાઈ પટેલને ઠેર ઠેર આવકાર મળ્યો છે.

મોરબી જિલ્લાના યુવા શિક્ષિત બેરોજગારો માટે મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસટ્રીઝના પ્રમુખ તરીકે ઉદ્યોગો ને મજબૂત બનાવી નાના – મોટા વ્યાપારીઓને તેમજ યુવા મિત્રો ને રોજગારી મળે તેવા સંકલ્પ સાથે સતત સક્રિય રહ્યા છે.

ખેડૂત પુત્ર હોવાના નાતે આજના ખેડૂત ની પરિસ્થિતિ અને વેદના ને સારી રીતે સમજી શકનાર. સરકાર સામે હર હંમેશ ખેડૂતોના પ્રશ્નો જેવાકે પાક વીમો,  રોજડા તેમજ ભૂંડના ત્રાસ, ખેત પેદાશોના ભાવ, નર્મદાના પાણીના પ્રશ્નો, વીજળી ના મુદ્દે  હર હંમેશ ખેડૂતો ની સાથે પણ હળી મળી ગયા છે.

જયંતિલાલ પટેલ ગુજરાત ના એવા સેવક છે જેમની જનતાને વચન આપ્યું છે  કે ધારાસભ્ય બન્યા બાદ એક રૂપિયો પણ પગાર લેશે નહિ. તમામ પગાર મોરબી-માળીયાની જનતાની સેવામાં વાપરશે. અને મોરબી માળીયા ના વર્ષોથી વિસરાયેલા પડતર પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, પીવના પાણી, બાગ-બગીચા, વરસાદી પાણીના યોગ્ય નિકાલ, સ્ટ્રીટ લાઈટ, સરકારી શાળા, હોસ્પિટલ, રખડતા ઢોર, સ્વછતા જેવા અનેક મુદ્દાઓ પર કામ કરશે

મોરબી-માળીયા વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી જયંતિલાલ પટેલ આપની સેવા કરવા માટે હર હંમેશ માટે કાર્યરત છે.

હવે, સમય આવ્યો છે, મતદારો નો. આખા ગુજરાતમાં ભાજપના નેતાઓ પ્રચાર કર્યો છે,મોરબીમાં પગ પણ મુકતા નથી,મોરબીના મૃતકના પરિવારને સાંત્વનાના બે શબ્દો પણ બોલી શકયા નથી. એક તરફ જ્યારે વિદ્યાર્થીઓ ને મોંઘુ શિક્ષણ, યુવાનો ને રોજગારી જેવા મહત્વના મુદ્દાઓથી પણ 27 વર્ષ થી સત્તામાં રેહનારોના પેટ નું પાણી હલતું નથી.  મોરબીનો મતદાર ની માંગ ઘણા વર્ષોથી સારા રસ્તા, સ્વચ્છ પાણી, ભૂગર્ભ ગટર,પ્રાથમિક સુવિધા રહી છે તે સમય માં હવે

જયંતિલાલ પર જનતા નો તેમજ મોરબી ના મતદારો નો ભરોસો જ તેમને જીતાડશે તેવું લોકોનું માનવું છે. મોરબી ની મધ્યમ વર્ગની જનતા મોંઘવારીમાં પીસાઈ ગઈ છે ત્યારે મતદારો કોંગ્રેસનો પંજો જ રાહત તેમજ સહાય લાવશે તેવી ચર્ચા મોરબી માળીયા વિધાનસભા ના મતદારોમાં સર્વ સામાન્ય બની ગઈ છે.  જનતા બધું જાણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.