Abtak Media Google News

GSTની આવક આગામી બજેટમાં રાજકોષીય ખાદ્યને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે

દેશમાં તહેવારોની મોસમ પછીના સમયમાં સરકારની આવકમાં ઘટાડો થયો છે. નવેમ્બરમાં સરકારને જીએસટીની આવક રૂ. 1.46 લાખ કરોડ થઈ હતી, જે ઑક્ટોબર 2022ની સરખામણીમાં રૂ. 5,851 કરોડનો ઘટાડો દર્શાવે છે. જોકે, ગયા વર્ષે નવેમ્બરની સરખામણીમાં કેન્દ્રની આવકમાં 11 ટકાનો વધારો થયો છે. વધુમાં કેન્દ્રને સતત 9મા મહિને જીએસટીની આવક 1.40 લાખ કરોડથી વધુ થઈ છે. એટલે કે કહી શકાય કે જીએસટીની આવક ટનાટન જોવા મળી રહી છે.

કેન્દ્ર સરકારને નવેમ્બર મહિનામાં જીએસટીની આવક રૂ. 1,46,867 કરોડ થઈ હતી, જે ઑક્ટોબરમાં રૂ. 1.52 લાખ કરોડની સરખામણીમાં ઓછી છે. જોકે, આવકમાં ઘટાડાનું એક મોટું કારણ તહેવારોની મોસમ પૂરી થવાનું છે. ઑક્ટોબરમાં તહેવારોની મોસમના કારણે સરકારને બીજા ક્રમની સૌથી વધુ આવક થઈ હતી. આ પહેલાં એપ્રિલ 2022માં સરકારને રૂ. 1.68 લાખ કરોડની આવક થઈ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.

નાણામંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવેમ્બર 2022 દરમિયાન કેન્દ્રને સીજીએસટી મદમાં રૂ. 25,681 મળ્યા હતા જ્યારે એસજીએસટી મદમાં રૂ. 32,651 કરોડ અને આઈજીએસટી મદમાં રૂ. 77,103 કરોડ મળ્યા હતા. આઈજીએસટી મદમાં રૂ. 38,635 કરોડની આવક આયાતી સામાનો પર કરની વસૂલાત તરીકે થઈ હતી. કેન્દ્રીય નાણામંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ ટેક્સ ચોરી રોકવા જે ઉપાયો પર અમલ કરાયો છે, તેની અસર દેખાવા લાગી છે. તેથી જ ગયા મહિને પણ જીએસટી કલેક્શન રૂ. 1.45 લાખ કરોડથી વધુ રહ્યું હતું.

સરકારનું માનવું છે કે આગામી બજેટમાં જે રાજકોષીય નિર્ધારિત કરવામાં આવશે જેમાં ભરપાઈ કરવા માટે જીએસટીની આવક અત્યંત કારગત નીવડશે. બીજી તરફ સૌથી મહત્વની વાત એ છે કે હાલ જે રીતે ફુગાવો અને સ્થાનિક ક્ષેત્રમાં જે વપરાશ અને જે ખર્ચ થઈ રહ્યો છે તેનાથી ઘણા પ્રશ્નો કરની આવકમાં પણ ઉભા થયા છે. આ તમામ વાતને ધ્યાને લઈ જીએસટીની આવક હજુ પણ ટનાટન જોવા મળી રહી છે.

ગુજરાતમાં જીએસટી કલેકશન 9333 કરોડ રૂપિયાએ પહોંચ્યું

ભારે ઉતાર ચડાવ વચ્ચારે ગુજરાતનું જીએસટી કલેક્શન 9333 કરોડએ પહોંચ્યું છે. જે ગત બે વર્ષની સરખામણીમાં ઓછું છે નવેમ્બર 2021 ની વાત કરવામાં આવે તો જીએસટીનું કલેક્શન 9,579 કરોડ નોંધાયું હતું જ્યારે ઓક્ટોબર 2022 માં જીએસટી કલેક્શન 9,469 કરોડ નોંધાયું હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતના જીએસટી આવકમાં જે ઘટાડો નોંધાયો છે તેમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો ના પ્રશ્નોની સાથો સાથ જે ઉદ્યોગોના પ્રશ્નો સતાવી રહ્યા છે તે પણ મુખ્ય કારણ છે. જ નહીં યુરોપ ,યુકે ,યુએસ અને મિડલઇસ્ટમાં પણ આંતરરાષ્ટ્રીય માંગમાં ઘટાડો થવાની અસર ગુજરાતના સ્ટેટ જીએસટીની આવક ઉપર પણ પડી છે.

એપ્રિલ થી નવેમ્બર માસનું જીએસટી કલેકશન

Screenshot 2 5

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.