Abtak Media Google News

ગાજયા મેઘ વરસ્યા નહિં…!

 દાડિયા ગામે બોગસ વોટીંગ થતું હોય વિડીયો વાયરલ થતા ચૂંટણી પંચે તપાસ હાથ ધરી

સૌરાષ્ટ્રની હાઇ પ્રોફાઈલ ગણાતી ગોંડલ બેઠક પર  રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે ટિકીટ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય,પ્રચાર પ્રસારના અંતિમ તબક્કામાં તુકારા અને આઠ તારીખ પછી સામે મેદાન માં આવી જવાના પડકાર ફેંકાયા બાદ  મતદાનના દિવસે રીબડા અને દાળિયા ગામે બંને જૂથોના યુવાનો વચ્ચે તણખા ઝરતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ.પરંતુ પોલીસે મામલો થાળે પાડતા તંત્ર દ્વારા હાશકારો અનુભવાયો હતો.બીજી બાજુ દાળિયા ગામે બોગસ વોટીંગ થતું હોવાનો વિડીયો વાયરલ થતા મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો

રીબડા પાસે આવેલ દાડિયા ગામે બોગસ વોટીંગ થતું હોવાની જાણ થતાં અનિરુદ્ધસિંહ ના પુત્ર રાજદીપસિંહ જાડેજા દોડી ગયા હતા અને અને  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર દ્વારા બોગસ વોટીંગ કરવામાં આવી રહ્યા હોવાનાં આક્ષેપ સાથે ચૂંટણીપંચને વિડિયો મોકલ્યો હતો.

જ્યારે સામે પક્ષે જ્યોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે માત્ર ને માત્ર ખોટી અફવા ફેલાવવામાં આવે છે શાંતિપૂર્ણ રીતે શહેર તાલુકામાં મતદાન થઈ રહ્યું છે,આ દરમિયાન બન્ને જુથ આમને સામને થઈ જતા શાબ્દિક તણખા ઝર્યા હતા. વાયરલ વિડિયો અંગે ગોંડલ ડેપ્યુટી કલેકટર કે.વી. બાટી એ જણાવ્યું હતું કે બોગસ વોટિંગ નો વિડીયો સાચો છે કે ખોટો તેની પુષ્ટિ અંગે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.