Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીની અઢી કલાકમાં જ સુરતના પરિણામનો ચહેરો સાફ દેખાય રહ્યો છે. ત્યારે સુરતની 16 બેઠક પરથી 16 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જેના કારણે સુરતમાં આમ આદમી પાર્ટી ને પ્રજાએ જાકારો આપ્યો હોય તેવું દેખાય રહ્યું છે. જેના કારણે આ વખતે લોકોએ કમળ પર ફરી ભરોસો હટાવ્યો છે. સુરત જિલ્લાની મહુવા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ચાલુ મતગણતરીએ મેદાન છોડ્યું હતું. 22 રાઉન્ડ પૈકી માત્ર 5 રાઉન્ડની ગણતરીમાં જ કોંગ્રેસના હેમાંગીની ગરાસિયાએ મેદાન છોડ્યું હતું. હાર સ્વીકારની મતગણતરી કેન્દ્ર પરથી જતાં હોય તેમ હેમાંગીનીબેને કહ્યું હતું કે, ઇ.વી.એમ.માં ચેડા કર્યા હોવાના કારણે ભાજપ આગળ ચાલી રહ્યું છે.ભાજપના કુમાર કાનાણી આગળ રહે છે તો ક્યારેક અલ્પેશ કથીરિયા આગળ વધી રહ્યાં છે.

પ્રથમ રાઉન઼્ડના અંતે અલ્પેશ કથીરિયા પાતળી સરસાઈથી આગળ ચાલી રહ્યાં છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સુરતની 16 બેઠકો પરથી ભાજપ 15 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. અને આમ આદમી પાર્ટી હજુ સુધી ખાતું પણ ખોલાવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.