Abtak Media Google News

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન્ટ શ‚: પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ડીઈઓ-શાળાના આચાર્યોની બેઠક સીસીટીવી ન હોય ત્યાં ટેબલેટ મુકવાની કામગીરીનો ધમધમાટ બોર્ડની પરીક્ષાના વિર્દ્યાથીઓને શાળા કક્ષાએી રિસીપ્ટનું વિતરણ કરાયું: હોલ ટિકિટમાં નામ, વિષય અને શાળા સહિતની વિગતો વિર્દ્યાથીઓએ ખાસ તપાસવી: ભુલ હોય તો શાળાના સંચાલકોનો સંપર્ક કરવા અનુરોધ

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૫મી માર્ચી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ નાર છે ત્યારે રાજકોટ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન્ટ શરૂ થઈ ગયું છે. આજે રાજકોટ જિલ્લાની ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિર્દ્યાથીઓને હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે આવતીકાલે બોર્ડની પરીક્ષાના પ્રશ્ર્નપત્રો પણ રાજકોટ આવી જનાર હોવાનું શિક્ષણ વર્તુળમાંથી જાળવા મળ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની તૈયારીઓ અંતિમ તબકકામાં ચાલી રહી છે. શિક્ષણ બોર્ડ અને વિર્દ્યાથીઓ બન્ને આ પરીક્ષાને લઈને સજ્જ ઈ ગયા છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં પ્રવેશ માટે જ‚રી તેવી હોલ ટિકિટનું આજે રાજકોટની દરેક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિર્દ્યાથીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વિર્દ્યાથીઓએ પણ હોલ ટિકિટ હામાં આવી ગયા બાદ પોતાનું પુરું નામ,વિષયો અને જે તે સ્કુલમાં પોતાનો નંબર આવ્યો હોય તેની તમામ વિગતોની ખાસ ચકાસણી કરી લેવા અનુરોધ કરાયો છે.

હોલ ટિકિટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો જે તે શાળાના સંચાલકોનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આજે જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સને શાળાના આચાર્યોની બેઠક મળી હતી. જેમાં પરીક્ષાના આયોજન સંદર્ભે તમામ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

બોર્ડની પરીક્ષા મોટાભાગે સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓમાં જ પરીક્ષાનું કેન્દ્ર નકકી કરાયું છે. પરંતુ જો કોઈ શાળામાં સીસીટીવી કેમેરા ન હોય તો ટેબલેટના માધ્યમી પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા બાજ નજર રાખવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આજી બે દિવસ સુધી દરેક શાળાઓમાંથી પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવશે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાને લઈને રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગનો તમામ સ્ટાફ પરીક્ષાના આયોજનમાં કામે લાગી ગયો છે.

ધો.૧૦ના પ્રશ્ર્નપત્રો આવતીકાલે રાજકોટ આવી પહોંચશે. જેને શહેરની ચૌધરી હાઈસ્કુલમાં સ્ટ્રોંગ‚મમાં સીલ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન પ્રશ્ર્નપત્રો રાજકોટી મોકલવામાં આવશે. સૌરાષ્ટ્રનું પાટનગર અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટને બોર્ડની પરીક્ષા દરમિયાન સૌરાષ્ટ્રનું ખાસ ઝોન તરીકે પસંદગી કરી હોય સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં પ્રશ્ર્નોપત્ર રાજકોટથી મોકલવામાં આવશે.

ધો.૧૦ના પ્રશ્ર્નપત્રો બુધવાર સુધીમાં રાજકોટ આવી જશે. જયારે ધો.૧૨ સાયન્સ અને કોમર્સના પ્રશ્ર્નપત્રો ૧૦-૧૧ માર્ચે આવશે. પેપર વિતરણની કામગીરી ૯ માર્ચથી ચૌધરી હાઈસ્કુલ ખાતેી કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા અંગે દરેક જિલ્લા કક્ષાએ શિક્ષણાધિકારી અને આચાર્યોની બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજકોટ જિલ્લામાં શિક્ષણાધિકારીની ગેરહાજરીમાં પરીક્ષા લેવાનો મોટો પડકાર સામે આવ્યો છે. હાલ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક છે. એક સો બેવડી જવાબદારી હોવાના કારણે ઘણીબધી શૈક્ષણીક અને વહીવટી પ્રક્રિયામાં પણ મુશ્કેલી પડી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.