Abtak Media Google News

ઘર્ષણમાં 30 સૈનિકો ઇજાગ્રસ્ત થયા : ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એલએસી પર પહોંચતા ભારતીય સૈનિકોએ  વિરોધ કર્યો હતો !!!

ચાઇના તેની બાદ નજર હર હંમેશ ભારત સાથે સંલગ્ન ચાઇના બોર્ડર ઉપર રાખતું હોય છે ત્યારે ચીની ડ્રેગન ને ફરી વખત અરુણાચલ પ્રદેશ ની બોર્ડર પાસે ઘર્ષણ કર્યું હતું જેમાં બંને દેશોની આર્મીના કુલ 30 જવાનું ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. તેની વાત કહે છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં તારીખ 9 જાન્યુઆરીના રોજ બંને આર્મી વચ્ચે ઘર્ષણ  નજીક થયું હતું.

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 30 સૈનિકો ઘાયલ થયા હતા. આ અથડામણ તવાંગ વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે બંને દેશોની સેના પેટ્રોલિંગ દરમિયાન એકબીજાની સામે આવી ગઈ. ચીનની સેના એલએસી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે, ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો મજબૂતીથી સામનો કર્યો હતો. આ અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી.  આ અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી પીછેહઠ કરી ગયા હતા.

જે સમયે અથડામણ થઈ તે સમયે તવાંગમાં ભારતના માત્ર 100 સૈનિકો તૈનાત હતા. ચીની સૈનિકો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. બંને દેશો વચ્ચે 9 અને 11 ડિસેમ્બરે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીનના 12 સૈનિકોને પકડી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અથડામણમાં બંને તરફથી જવાનોના હાથ અને પગના હાડકાં તૂટી ગયા છે. બંને તરફથી 500 સૈનિકો હતા. જેમાં ભારતીય સૈનિકોએ ચીનના 300 સૈનિકોનો પીછો કર્યો હતો. તવાંગના યાંગત્સે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. 9 ડિસેમ્બરે અથડામણ દરમિયાન લગભગ 500 સૈનિકો હાજર હતા.

ચીનની ઘુસણખોરીનો જડબાતોડ જવાબ  ભારતીય સૈનિકો દ્વારા આપવામાં આવેલો  હતો.  આ અથડામણમાં મોટાભાગના ચીની સૈનિકો ઘાયલ થયા છે. અથડામણ બાદ બંને દેશના સૈનિકો પાછળ હટી ગયા હતા.બીજી તરફ, ભારતીય સૈનિકો જેમની હાલત વધુ ગંભીર છે, તેમને સારવાર માટે ગુવાહાટી, લેહ મોકલવામાં આવ્યા છે. ભારતીય સેના અને પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેની આ હિંસક અથડામણમાં, 9 ડિસેમ્બરે શીખ અને જાટ રેજિમેન્ટના લગભગ 20 સૈનિકો ઘાયલ થયા હતા. તે જ સમયે, અથડામણ પછી, બંને દેશોના કમાન્ડરો વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. આ દરમિયાન શાંતિ પુન:સ્થાપિત કરવા પર ચર્ચા થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે તવાંગમાં ચીનની આ કાર્યવાહીની ભારતને પહેલાથી જ જાણ હતી. આ જ કારણ હતું કે આવી કોઈ પણ ઘટનાનો સામનો કરવા માટે ભારતે પહેલેથી જ જોરદાર તૈયારી કરી લીધી હતી. આ અંતર્ગત તવાંગમાં બોફોર્સ, હોવિત્ઝર પહેલેથી જ તૈનાત હતા. આ સિવાય ભારતીય સેનાએ તવાંગની અંદર તવાંગની અંદર ચિનૂક અને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ પણ તૈનાત કરી હતી. પીએલએનો સામનો કરવા માટે ભારતીય સેના પણ સતત કવાયત કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ તવાંગની અંદર નવી એજ સર્વેલન્સ સિસ્ટમ લગાવી છે.

ચાઇનાના સાઇબર એટેકથી સાવચેત રહેવા સરકારે એસઓપી જાહેર કરી !!!

ચીની ડ્રેગન હર હંમેશ પોતાના ખરાબ કરતું તો ના કારણે સમગ્ર વિશ્વ થી એક તરફ વિમુક્ત થઈ ગયું છે ત્યારે સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ભારત સરકાર સહજ થયું છે એટલું જ નહીં છેલ્લા ઘણા સમયથી ચાઇના દ્વારા સાયબર એટેક કરવામાં આવી રહ્યા છે અને પરિણામે સરકારે આ અંગે એસઓપી પણ જાહેર કરી છે જેથી સાયબર એટેક થી બચી શકાય.

સરકારના જણાવ્યા મુજબ, એક સરકારી કર્મચારીઓએ હવે એસ ઓ પી મુજબ જ કામ કરવાનું રહેશે જેમાં સર્વપ્રથમ કોમ્પ્યુટર ઉપર કામ પૂર્ણ થયા બાદ કર્મચારીએ કોમ્પ્યુટરને બંધ પણ કરવાનું રહેશે એટલું જ નહીં પોતાના દરેક ઇમેલ માંથી સાઈન આઉટ પણ કરવાનું રહેશે. તેમના પાસવર્ડને સમયાંતરે બદલવાનું પણ જણાવવામાં આવ્યું છે. કારનું માનવું છે કે આ પ્રકારના વિવિધ પગલાંઓ લેવા બાદ જ સાયબર એટેકથી બચી શકાશે અને હાલ જે પ્રશ્નો ઊભા થયા છે તેમાં મુખ્યત્વે કારણ એ છે કે જે નાની-નાની ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તે રાખી શકાતું નથી.

એસઓપીમાં બે ડઝન જેટલા પગલાંઓ સરકારી કર્મચારીઓને લેવા તાકીદ પણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી સાયબર એટેકનું પ્રમાણ સમયાંતરે વધી રહ્યું છે આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2022 ના પ્રથમ ક્વાર્ટર માં 18 મિલિયન જેટલા સાયબર થ્રેટ ભારતને મોકલવામાં આવેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.