Abtak Media Google News

થાન પંથકમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે.  થાન ના મોરથડા ગામ નજીક સાળા બનેવી ઉપર હુમલો કરવામાં આવ્યો છે જીવલેણ હુમલો કરવામાં આવતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પાંચ જેટલા શખ્સો દ્વારા આ ખુની હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઇ અને સમગ્ર થાન પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ બાબતે પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારે મળતી વિગત અનુસાર  થાન પંથકમાં વસવાટ કરતા ભુપતભાઈ લાલજીભાઈ સોલંકી અને બબલુભાઈ કનુભાઈ પારઘી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખ ને છે કે જીવલેણ હુમલામાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે સારવાર માટે સૌ પ્રથમ સરકારી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા છે અને ત્યારબાદ વધુ તબિયત તેમની લથડતી જતી હોય ત્યારે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ બાબતની તપાસ કામગીરી હાથ ધરી રહી છે.

ત્યારે રજૂઆતનું મન દુ:ખ રાખી અને હુમલો કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિમાં બંને ઇજાગ્રસ્તોની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે જોકે આ મામલે સ્થાનિક પોલીસ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગઈ છે અને આ બાબતની વધુ તપાસ કામગીરી હાથ ધરી અને વિગતો પ્રાપ્ત કરી રહી છે જોકે હુમલો કરનાર તમામ શખ્સો હાલમાં નાસી છૂટવા પામ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હુમલો કરનાર શખ્સોને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ અને મારામારીના બનાવો વધતા જોઈ રહ્યા છે ત્યારે થાનના મોરથળા ગામે પાલિકા પ્રમુખને રજૂઆતની અદાવતમાં પાલિકાના સભ્ય ભુપત ભાઈ ઉપર જ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ભુપતભાઈ અને તેમના બનેવીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા અને નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડિવિઝન ચેતનભાઇ મુંધવા ઘટના સ્થળે દોડી ગયા છે અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ બનાવને લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે લીનાબેન ડોડીયા કે જે નગરપાલિકાના પ્રમુખ છે તેમની સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના મોરથળા ગામ નજીક રજૂઆતનું મન દુ:ખ રાખી અને થાન નગરપાલિકાના કોર્પોરેટર ઉપર અને તેમના કુટુંબીક બનેવી ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા પોલીસ તાત્કાલિક પણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બંને ઇજાગ્રસ્તો ઉપર થયેલા હુમલા અંગેની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ મામલે ગુનો દાખલ કરવા માટે પણ થાન પોલીસ રાજકોટ પહોંચી હતી ત્યારે આ મામલે ફરિયાદી ભુપતભાઈ દ્વારા દાખલ કરાવવામાં આવ્યો છે

થાન નગરપાલિકાના પ્રમુખ લીનાબેન ડોડીયા તથા તેમની સાથે રહેલા અન્ય ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે ₹13,000 ની લૂંટ કરી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય અને બંધુક દેખાડવામાં આવી હોવાનો ગુનો દાખલ કરવામાં આવતા આ મામલે લીમડી ડિવિઝન પોલીસ મથકના નાયબ પોલીસ અધિક્ષક ચેતનભાઇ મુંધવા દ્વારા તપાસ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.