Abtak Media Google News

માનવ જીવન ચાર પડાવમાં વહેંચાયેલું છે. તેમનો એક છે લગ્નજીવન. કહેવાય છે કે અમુક ઉંમર બાદ કોઈનો સહારો ઝંખીએ છીએ. એ સહારો એટલે જીવનસાથી. આપણું જીવનસાથી જ હોય છે જે જીવનના અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહે છે. પરંતુ આજના સમયમાં આપણે ઘણા એવા કિસ્સાઓ જોઈએ છીએ જેમાં લગ્ન સંબંધો તૂટતા જણાય છે ત્યારે ગુજરાતના એક ગામમાં દંપતીને 50 વર્ષ પૂર્ણ થતા ગામના લોકોએ ફરી લગ્ન કરાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરની છે જ્યાં સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાતમાં લગભગ પહેલીવાર સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવ્યો હતો સિનિયર સિટીઝન એસોસિએશન હિંમતનગર સાથે સંકળાયેલા અને લગ્નજીવનના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા દંપતિઓને લગ્ન જેવો માહોલ સર્જી સન્માનવામા આવ્યા હતા.

Screenshot 5 17

એસોસિએશન સાથે સંકળાયેલા અને હયાત ૨૮ જેટલા દંપતિઓએ આજે ફરી એકવાર સામુહિક આંતરપટ, લગ્ન ગીત રાસ ગરબા અને વીડિંગ ચેર પર બેસાડી ફુલહાર કરી સન્માનિત કરાયા હતા. હિંમતનગર ખાતેના ઉમિયા મંદિર માં ૨૮ કપલને સજોડે ઢોલ નગારા સાથે હોલમાં લાવવામાં આવ્યા હતા. દરમિયાન પુષ્પવર્ષા પણ કરાઈ હતી સાથે જ ૨૮ કપલોએ ચોગાનમાં રાસ ગરબા પણ રમ્યા હતા. સામૂહિક સમૂહ લગ્ન વિધિ જેવા માહોલ વચ્ચે યાદગાર અભીવાદન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આનો મુખ્ય હેતુ પણ ઘડપણમાં પણ છેલ્લા શ્વાસ સુધી આનંદમાં રહેવાનો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.