Abtak Media Google News

આવતા વર્ષે  ગીતા જયંતિએ પાંચ હજાર ગીતાબેન ભેગા થઈને વર્લ્ડ રેકોર્ડ સર્જશે: કાર્યક્રમમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને કટાર લેખક જય વસાવડાએ મનનીય વાતો રજૂ કરી

શહેરમાં ગઈકાલે બપોરે  હેમુ ગઢવી હોલ ખાતે એક અનોખી ઘટના  નિર્માણ થઈ જેમાં ભાગવત  ગીતા ચેરીટેબલ  ટ્રસ્ટ દ્વારા તેના સંસ્થાના નામ આધારીત  ‘ગીતા’  નામવાળા 1100 બહેનો એકત્ર થઈને રેકોર્ડ  સર્જયો હતો. સમગ્ર ગુજરાતભરમાંથી  આવેલા ‘ગીતાબેન’ નામધારી મહિલાઓનાં આ સંમેલનથી હોલ હાઉસફુલ થ, યો હતો. પ્રારંભે સ્વાગત પ્રવચન બાદ કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યુનીટના કોલેજ છાત્રોએ સ્તુતી રજૂ કરીને સૌને મંત્ર મુગ્ધ  કર્યા હતા.  તમામ બહેનોને  પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનીત  કરાયા હતા.

કાર્યક્રમમાં  જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે, કટાર લેખક જય વસાવડા, મહિલા મોરચાના શહેર પ્રમુખ કિરણબેન  માકડીયા,  સર્વોદય સ્કુલના ગીતાબેન ગાજીપરા સહિતના મહાનુભાવો  ઉપસ્થિત રહીને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિની સરાહના કરી હતી. કાર્યક્રમમા સંજીવની હોસ્પિટ લના ટ્રસ્ટીઓ, સ્ટાફ પરિવારે સુંદર સહયોગ  આપ્યો હતો.

પ્રારંભમાં સંસ્થાના  હર્ષદભાઈ  પટેલ દ્વારા  વિવિધ  પ્રવૃત્તિનું  પ્રેઝન્ટેશન દ્વારા નિર્દશન કરીને ઉપસ્થિત  મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતુ. સંસ્થા દ્વારા  વૃધ્ધોને સહાય ટીફીન સેવા, ગરીબ પરિવારને મફત પાર્ટી પ્લોટ અને જમવાની સવલત, ફ્રિટેસ્ટીંગ સાથે રાહતદરે  ઓપરેશન જેવી વિવિધ પ્રવૃત્તિ યોજવામાં આવે છે. સંસ્થાના  પ્રોજેકટ મેનેજર માનસી પાંચોટીયાએ જણાવ્યું હતુ કે સંસ્થા કોઈ પણ સેવા વિનામૂલ્યે આપે છે. આગામી  દિવસોમાં  વૃધ્ધો માટે  એક શ્રેષ્ઠ  કાયમી આયોજન પ્લાન કરી રહ્યું છે. જેમાં પથારીવશ વૃધ્ધોને તમામ સેવા પુરી પડાશે. સંસ્થા દ્વારા  આગામી વર્ષમાં આવનારી ગીતા જયંતિએ પાંચ હજાર ‘ગીતાબેન’ને એકત્ર કરીને વિશ્ર્વનું સૌથી મોટુ એકનામ વાળા બહેનાનેું સંમેલન   યોજીને વર્લ્ડ રેકોર્ડ સર્જશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ગોવિંદભાઈ રાણપરીયાઅને નિકુંજભાઈ પાંચાણીના માર્ગદર્શન તળે મહિલા વર્કીંગ કમીટીના માનસી પાંચોટીયા, માનસી વરમોરા, પિનલ પીપળીયા, ક્રિયા હુડકા, ભૂમિ રાઠોડ,  સ્મીતા કાલરીયા અને દક્ષા જગતીયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજનમાં સંજીવની  હોસ્પિટલે સુંદર સહયોગ  મળ્યો હતો.

‘ગીતા’ શબ્દ આપણાં પવિત્ર ગ્રંથ સાથે જોડાયેલા છે: સાંઇરામ દવે

કાર્યક્રમમાં ઉ5સ્થિત જાણિતા હાસ્ય કલાકાર સાંઇરામ દવે એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે એક જ નામ ‘ગીતા’ વાળા આટલા બધા મહિલા એકત્ર થયા તે મે પ્રથમ વાર જોયું છે. ‘ભાગવત ગીતા’ આપણો પવિત્ર ગ્રંથ છે જેથી તમારુ નામ ‘ગીતા’ શબ્દ સાથે જોડાયેલું છે. જે એક શ્રેષ્ઠ વાત કહી શકાય

નિરાધાર વૃઘ્ધો માટેનું કાયમી આયોજન સંસ્થાનો ભાવિ પ્રોજેકટ: માનસી પાંચોટીયા

સંસ્થાના પ્રોજેકટ મેનેજર માનસી પાંચોટીયા એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારી સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રોજેકટ ચાલી રહ્યા છે, જેનો ગરીબ અને જરુરીયાત મંદને લાભ મળી રહ્યો છે. આગામી દિવસોમાં સંસ્થા દ્વારા નિરાધાર વૃઘ્ધો માટેનું નકકર કાયમી આયોજન સંસ્થા કરશે. અમારી સંસ્થાનો પરિવાર લાભ લેવા માંગતા હોય તેને સંસ્થાના મો. નં. 77779 09142 અને 87991 99781 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.