Abtak Media Google News

ગઈકાલે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં પુત્ર પુત્રવધુ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા ત્યારે આજે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પીએમ મોદીના માતા હીરાબાને તબિયત નાદુરસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પીએમ મોદીના માતા હીરાબાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબા (95) ગાંધીનગર નજીકના રાયસન ગામમાં મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે અને જયારે પીએમ મોદી ગુજરાત આવે ત્યારે માતાના આશીર્વાદ લેવા અચૂક જાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.